આપણે ત્યારે લગ્ન પ્રસંગમાં કે કોઈ કાર્યક્રમમાં વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત મતદારોને આકર્ષિત કરવા માટે અનેક મતદાન મથકોને અલગ રીતે શણગારવામાં આવ્યા છે. ગુજરાતની ૨૫ બેઠકો પર આવતીકાલે એટલે કે ૭મેં ના રોજ મતદાન થવાનું છે ત્યારે હાલ તમામ મતદાન મથકો પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ મોરબી જીલ્લાના ટંકારા તાલુકા જબલપુર ગામે અદ્ભુત મતદાન મથક બનાવવામાં આવ્યું છે.
જબલપુર ગામે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતુ બુથ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ટંકારા તાલુકાના આ બુથ પર ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર થાય તેવો શણગાર કરવામાં આવ્યો છે. રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગ્રામીણ સંસ્કૃતિની ઝલક દર્શાવતું આ બુથ આવતીકાલે મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ બુથ પર મતદારોને ગરમીનો અનુભવ થાય તે માટે આ બૂથ પર એર કૂલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગામડાનું મહત્વ અને ગામડાની પદ્ધતિઓ તો ગામડું કેવું હોય છે તે તમામ વિષયોને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ગ્રામ્ય વિસ્તારને રજૂ કરતી થીમ પર મતદાન બુથ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે અને દરેક લોકો મતદાન કરવા માટે ઉત્સુક છે તો અન્ય લોકોને પણ મતદાન કરવાં માટે અપીલ કરી રહ્યા છે.
રાજકોટમાં પણ તૈયાર કરાયું અનોખું મતદાન મથક
રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે ત્યારે રંગીલા રાજકોટના મતદારો માટે એક અનોખું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે વાત કરીએ આ મતદાન બુથની તો શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલી શ્રદ્ધા પ્રાયમરી સ્કુલમાં આ ખાસ મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યું છે. મતદાન બુથ નંબર ૧૬૨ની થીમ હેરીટેજ છે. બુથમાં રાણકી વાવ (પીળા રેતીના પથ્થરનું કામ) હવા મહેલ (લાલ રેતીનો પથ્થર), લાક્ષણિક કાઠિયાવાડી કિલબંધી તેમજ હેન્ડવર્કની પણ ઝાંખી દર્શાવવામાં આવી છે જેમાં સુફ ભારતકામ (મુન્દ્રા વિસ્તાર), મઢકામ (માટી અને અરીસાનો ઉપયોગ), દોરા અને અરીસાઓનું હેન્ડવર્ક, અજરખ પ્રિન્ટ અને કઠપૂતળી અને મતકુટીરને મડ વર્કથી શણગારવામાં આવી છે.
ગુજરાતની વિશિષ્ટતા તેની સાંસ્કુતિ તેના રીતી-રીવાજ અને તેના હેરીટેજ સ્થળોથી છે ત્યારે રાજકોટમાં તૈયાર કરવામાં આવેલા આ મતદાન બુથમાં તમને તમને એક જ સ્થળે ગુજરાતની સાંસ્કુતિની અનુભૂતી થશે. આ બુથ આવતીકાલે મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે.