મહિને વાળ કપાવવાનો ખર્ચ 16 લાખ રૂપિયા, લંડનથી હજામ આવે છે
બ્રુનેઈનો સુલતાન વૈભવી જીવન જીવે છે
7 હજાર કારનો કાફલો : 50 અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો છે :એમની કૂલ સંપત્તિ 1.4 લાખ કરોડથી પણ વધુ: સૌથી અમીર રાજા તરીકેનું સ્ટેટ્સ ધરાવે છે
બોલ્કિયા બ્રુનેઈના 29મા સુલતાન છે. 1984માં અંગ્રેજોની વિદાય બાદ તેઓ બ્રુનેઈના વડાપ્રધાન પણ છે. રાણી એલિઝાબેથ દ્વિતીય પછી બોલ્કિયા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા છે. તેમણે 2017માં 50 વર્ષના શાસનની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી.
બ્રુનેઈ જેવા નાના દેશમાં સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક રાજાઓમાંનો એક છે. 1980 સુધીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, 2008માં બોલ્કિયાની કુલ સંપત્તિ 1.4 લાખ કરોડ રૂપિયા હતી.
સુલતાનની લક્ઝરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજા બન્યા બાદ તેણે 50 અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો હતો. આ મહેલ “ઇસ્તાના નુરુલ ઇમાન” તરીકે ઓળખાય છે. આ સિવાય સુલતાન પાસે 7 હજાર કાર છે.
વાળ કાપવા માટે મહિને 16 લાખનો ખર્ચ થાય છે, લંડનથી વાળંદ આવે છે
બ્રુનેઈ જેવા નાના દેશમાં સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક રાજાઓમાંનો એક છે. 1980 સુધીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, 2008માં બોલ્કિયાની કુલ સંપત્તિ 1.4 લાખ કરોડ રૂપિયા હતી.
તે પછી વધુ વિગતો જાહેર નથી. ધ ટાઈમ્સ યુકેના જણાવ્યા અનુસાર, બોલ્કિયા તેના વાળ કાપવા માટે લગભગ 16 લાખ રૂપિયા ખર્ચે છે. તેના હેર સ્ટાઈલિસ્ટને મહિનામાં બે વાર ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બોલાવવામાં આવે છે.