ભારતના 13.35 લાખ વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે
ભારતના કુલ 1335888 વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે રાજ્ય સભામાં આ માહિતી આપી હતી.તેમાં જણાવ્યા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા છે. કેનેડામાં સૌથી વધારે 427000 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.
અમેરિકામાં 337630, યુકેમાં 1,85,000, ઓસ્ટ્રેલિયામાં 102202 અને જર્મનીમાં 42997 વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા છ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરવા જનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. વર્ષ 2019માં 675541 વિદેશમાં અભ્યાસ કરતા હતા તેની સામે 2024 માં તે આંકડો તેર લાખને આ ગયો છે.જો કે કયા રાજ્યના કેટલા વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરે છે તે માહિતી ન હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું