મહાકુંભમાં ભક્તોના ઘોડાપૂર આવ્યા છે. કડકડતી ઠંડીમાં, પહેલા બે દિવસમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ૧૧ શ્રદ્ધાળુઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો જે ચિંતાનો વિષય છે.
આમાંથી 6 દર્દીઓને મેળા વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડ સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં અને 5 દર્દીઓને સેક્ટર-20 સ્થિત સબ સેન્ટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ, 9 દર્દીઓને રાહત મળી હતી. જ્યારે 2 દર્દીઓને સ્વરૂપ રાણી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ હોસ્પિટલનો 10 બેડનો આઇસીયુ વોર્ડ હૃદયના દર્દીઓથી ભરેલો હતો. ડોક્ટરો કહે છે કે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે.