Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે DCGA દ્વારા એર ઈન્ડિયાના વિમાન સંચાલનમાં 100 સુરક્ષા ખામીની ઓળખ કરાઇ છે. વાર્ષિક સુરક્ષા ઑડિટમાં આ ચૂક સામે આવી છે. આ બારામાં સઘન તપાસ કરવામાં આવી હતી. આમાં જૂની તાલીમ માર્ગદર્શિકાઓ, પાઇલટ તાલીમનો અભાવ, અયોગ્ય સિમ્યુલેટર, ફ્લાઇટ રોસ્ટરનું સંચાલન કરતા પ્રશિક્ષિત સ્ટાફનો અભાવ, છૂટાછવાયા તાલીમ રેકોર્ડ અને ઓછી દ્રશ્યતા સંચાલન માટે મંજૂરીઓમાં અનિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
આ ખામીઓમાંથી સાતને DCGA દ્વારા ‘લેવલ-વન’ એટલે સૌથી ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી છે અને તેને 30 જુલાઈ સુધી સુધારવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બાકીની ખામીઓ એવી છે, જેને ઓગસ્ટ સુધી દૂર કરવું જરૂરી છે.
એર ઈન્ડિયાને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા પુરાવા રજૂ કરવા માટે પણ કહ્યું છે. થોડા સમય પહેલાં જ્યારે એર ઈન્ડિયાનું એક વિમાન ઈમરજન્સી સ્લાઇડનું નિરીક્ષણ કર્યા વિના ઉડાન ભરી રહ્યું હોવાનું સામે આવ્યું, ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : 2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
આ સ્લાઇડ વિમાનની એક ઈમરજન્સી લેન્ડિંગ અથવા નિકાસી માટે સમય સૌથી મહત્ત્વના સુરક્ષા ઉપકરણોમાંનું એક છે. 23 જુલાઈએ DCGAએ વિવિધ ઉલ્લંઘનો માટે એરલાઇનને ત્રણ કારણદર્શક નોટિસ જાહેર કરી હતી અને 15 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.