ઝારખંડના રાંચીમાં કચરાના ઢગલામાં ધડાકો થતાં 1 વ્યક્તિ ઘાયલ
કેરળના કલામાસેરીમાં બોંબ ધડાકા બાદ ઝારખંડની રાજધાની રાંચી માં પણ વિસ્ફોટની ઘટના બની હતી. જોકે બંને ઘટનાઓમાં કોઈ કનેક્શન નથી. રાંચમાં વિસ્ફોટ બાદ આસપાસ ઘણા મકાનોમાં કાચ તૂટ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તપાસ બાદ કચરાના ઢગલામાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું હતું. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, 2 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો.
જિલ્લાના એસપી મિંજે મીડિયાને જણાવ્યું કે, તમામ ટીમો તપાસ કરી રહી છે. જોકે વિસ્ફોટ સ્થળેથી દારુગોળો કે ગનપાઉડર સહિતનો કોઈપણ પુરાવો મળ્યો નહતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, તેનો અવાજ છેક બે કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. જ્યાં વિસ્ફોટ થયો ત્યાં આસપાસ ઘણા મકાનોના કાચ તૂટી ગયા હતા અને ઘણુ નુકસાન થયું હતું.