મહાકુંભના આજે પ્રથમ દિવસે 1.50 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : હર હર ગાંગેનો આકાશ ચિરતો નાદ ગુંજી ઉઠ્યો
- દેશ-વિદેશથી ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા : આજે બીજું શાહી સ્નાન; સાધુ-સંતોની મોટી હાજરી: 45 દિવસના મહામંગલ મહોત્સવથી આધ્યાત્મિક હેલી
પ્રયાગરાજમાં સંગમ કિનારે આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા, મહાકુંભની શરૂઆત સોમવારે પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રથમ મુખ્ય સ્નાન વિધિ સાથે થઈ હતી. સનાતનના સૌથી મોટા સમાગમમાં શ્રધ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર શ્રદ્ધાના આ મહાન કાર્યક્રમમાં આગામી 45 દિવસ દરમિયાન આધ્યાત્મિકતાના અનેક રંગો ફેલાશે. આમ આહલાદક વાતાવરણમાં મહાકુંભનો શંખનાદ થયો હતો. હર હર ગંગેના નાદથી જાણે આકાશમાં પડઘા પડ્યા હતા.
મેળાના પ્રથમ દિવસે સોમવારે દોઢ કરોડ શ્રધ્ધાળુઑએ પ્રથમ સ્નાનમાં ભાગ લીધો હતો. 14 મીએ એટલે આજે બીજું શાહી સ્નાન યોજાશે અને તેમાં પણ 1 કરોડથી વધુ લોકો જોડાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પર જાણકારી આપી હતી કે પ્રથમ દિવસે 1.50 કરોડ લોકો સ્નાનમાં જોડાયા હતા. વિદેશી ભક્તો પણ હજારોની સંકઝયામાં આવી પહોંચ્યા છે .
આ મહાકુંભનું આયોજન ૧૨ વર્ષ પછી થઈ રહ્યું છે. જોકે, સંતોનો દાવો છે કે આ ઘટના માટે ખગોળીય ફેરફારો અને સંયોજનો ૧૪૪ વર્ષ પછી થઈ રહ્યા છે જે આ પ્રસંગને વધુ શુભ બનાવી રહ્યા છે. કદાચ એટલા માટે જ ઉત્તર પ્રદેશ સરકારને વિશ્વાસ છે કે આ વખતે મહાકુંભમાં 35 કરોડ ભક્તો આવશે.
ભક્તોનો મેળાવડો શરૂ થઈ ગયો છે
ભક્તોની સંખ્યા પહેલાથી જ આ મહાકુંભની આધ્યાત્મિક ભવ્યતાની વાર્તા કહી રહી છે. એક અંદાજ મુજબ, મહાકુંભની ઔપચારિક શરૂઆતના બે દિવસ પહેલા, શનિવારે રેકોર્ડ 25 લાખ લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આ એક ભવ્ય મહાકુંભ હશે, જેમાં દિવ્યતા અને આધ્યાત્મિકતા તેમજ આધુનિકતા જોવા મળશે કારણ કે તે એક પ્રકારનો ‘