હરિયાણાની આ 5 હોટ સીટ પર સૌની નજર
હરિયાણા વિધાન સભાની ચુંટણીનું આજે પરિણામ છે અને બંને મુખ્ય પક્ષોએ જીતનો દાવો કર્યો છે ત્યારે રાજ્યની 5 પ્રાઇમ અને હોટ બેઠકોના પરિણામ પર સૌની નજર રહેશે. આ બધી ટોચના નેતાઓની બેઠકો છે. એમની હારજીત ઘણું મહત્વ રાખે છે.
ભૂપેન્દ્ર હુદા
ગઢી સંપલા બેઠક પર કોંગીના ઉમેદવાર અને પૂર્વ સીએમ હુદા છે. એમની સામે ગેંગસ્ટર રાજેશ ઉર્ફે મંજુ હુદા લડી રહ્યા છે.
નાયબસિંહ સૈની
હરિયાણાના મુખ્ય મંત્રી અને ભાજપ ઉમેદવાર નાયબ સિંહ સૈની લાડવા બેઠક પર ઊભા છે. એમની સામે કોંગીના મેવા સિંહ છે.
વીનેશ ફોગાટ
કોંગ્રેસન આઉમેદવાર અને એથલીટ વીનેશ ફોગાટ જુલાના બેઠક પર ઊભા છે. એમની સામે ભાજપના યોગેશ બૈરાંગી મેદાનમાં છે.
દુષ્યંત ચૌટાલા
જાટલેન્ડ ગણાતી ઉચાના કલા બેઠક પર જેજેપીના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા મેદાનમાં છે.
અનિલ વીજ
પૂર્વ ગૃહમંત્રી અનિલ વીજ અંબાલા કેંટ બેઠક પર ઊભા છે. ભાજપે ફરીવાર એમને મેદાને ઉતાર્યા છે. એમની સામે કોંગીએ પ્રમિન્દર સિંહ પરીને મેદાને ઉતાર્યા છે.