વાયનાડ અને કેદારનાથમાં શું છે સ્થિતિ ? કેટલો થયો મૃત્યુઆંક ? જુઓ
બંને રાજ્યોમાં બચાવ ઓપરેશન યથાવત : કેદારનાથમાં હજુ પણ હજારો યાત્રિકો ફસાયેલા છે; 9 હજારને બચાવાયા
બંને રાજ્યોમાં બચાવ ઓપરેશન યથાવત : કેદારનાથમાં હજુ પણ હજારો યાત્રિકો ફસાયેલા છે; 9 હજારને બચાવાયા
દેશના પહાડી રાજ્યોમાં આ વખતે ચોમાસું ભારે વિનાશક અને માનવઘાતક રહ્યું છે અને અનેક લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજુ પણ તબાહી દેખાઈ રહી છે. ખાસ કરીને કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં રવિવારે મૃત્યુઆંક 17 ઉપર પહોંચી ગયો હતો.
અહેવાલો મુજબ કેદારનાથમાં 9 હજાર યાત્રિકોને બચાવી લેવામાં સેનાને સફળતા મળી છે જો કે હજુ પણ હજારો લોકો ફસાયેલા છે. સૌથી વધુ ગૌરીકુંડ અને સોન પ્રયાગમાં યાત્રિકો ફસાયા છે તેવી માહિતી તંત્રવાહકોએ આપી હતી.
કેદારનાથમાં રવિવારે 4 થા દિવસે પણ બચાવ રાહત ઓપરેશન યથાવત રહ્યું હતું. સેના અને સ્થાનિક તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. કાટમાળ હેઠળથી સતત મૃતદેહો નીકળી રહ્યા છે. બેઘર થયેલા લોકો માટે આશ્રયસ્થાન બનાવાયા છે.
વાયનાડમાં મૃત્યુઆંક 360
એ જ રીતે વાયનાડમાં પણ સતત બચાવ રાહત ઓપરેશન ચાલુ જ રહ્યું છે અને અહીં કૂલ મૃત્યુઆંક 360 ઉપર પહોંચી ગયો હતો. હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના છે. અનેક લોકો હજુ પણ લાપતા છે અને કાટમાળની તપાસ થઈ રહી છે. સતત 6 ઠા દિવસે અહીં રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.