વડાપ્રધાન નેતન્યાહુ અને રક્ષા મંત્રી ગાઝા સરહદે પહોંચ્યા
ગાજા સામે ગમે તે ઘડીએ ગ્રાઉન્ડ ઓપરેશન
એવા સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગાઝા ઉપર ઇઝરાયલી સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન તોળાઈ રહ્યું છે એક લાખ સૈનિકો અને ટેન્કો અને બખતરીયા વાહનોનો કાફલો છેલ્લા ત્રણ દિવસથી ગાજા સરહદ પર છે. ગુરુવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન જામીને નતન્યાહુ , ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલેન્ટ અને લશ્કરના ટોચના અધિકારીઓએ સરહદની મુલાકાત લઈ અને ત્યાં ફરજ બજાવતા સૈનિકો સાથે વાર્તાલાપ કરી ગાઝામાં કુચ કરી જવા માટે આદેશની પ્રતીક્ષા કરવા જણાવ્યું હતું.
ડિફેન્સ મિનિસ્ટરે સૈનિકોને કહ્યું કે તમે અત્યાર સુધી ગાઝા દૂરથી જોયું છે પણ હવે તમે તેને અંદરથી પણ જોઈ શકશો. તેમણે એવું સૂચક નિવેદન કર્યું કે એ અંગેનો આદેશ ગમે ત્યારે આવી શકે છે.
વડાપ્રધાન નેતન્યાહુ એ પણ ગાઝા સરહદે સૈનિકોની મુલાકાત લઈ અને લાંબા, મુશ્કેલ અને તીવ્ર યુદ્ધ માટે તૈયાર થઈ જવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે પૂરી શક્તિ અજમાવશું અને વિજય મેળવશું.
ઇઝરાયેલ સેનાના સધર્ન કમાન્ડના ટોચના અધિકારી મેજર જનરલ યાહોના ફીન્કલમેને પણ ગુરુવારે જ સરહદ પર સેનાની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે લડાઈ આપણી ઉપર થોપી દેવામાં આવી હતી. ક્રૂર દુશ્મનોએ આપણને ખૂબ નુકસાન કર્યું છે. પણ આપણે તેમને આગળ વધતા અટકાવ્યા અને હવે લડાઈ તેમના પ્રદેશમાં લ. અને આપણે દુશ્મનોને તેના જ પ્રદેશમાં હરાવીશું.