રશિયાના યુક્રેન પરના ભીષણ હુમલામાં કેટલાના મોત થયા ? વાંચો
પાછલા અઢી વર્ષોથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો હતો. રશિયાના એરફોર્સે યુક્રેનના પોલ્તાવા શહેરમાં યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવી બે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ રશિયાના આ ભયંકર હુમલામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 180થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના પ્રમુખે જાણકારી આપી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી આ હુમલા અંગે માહિતી આપી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘બે બેલેસ્ટિક મિસાઇલથી યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવ્યા છે. રશિયાના ભયંકર હુમલાથી ભયંકર વિનાશની સ્થિતિ સર્જાઇ છે. રશિયાએ ઇરાદાપૂર્વક યુક્રેનના રહેણાંક વિસ્તારો અને જાહેર સંપત્તીઓને નિશાન બનાવ્યો છે. આ હુમલામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 180થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.’
યુક્રેનના રક્ષા મંત્રાલયે આ હુમલાને ક્રુરતા ગણાવી છે. રક્ષા મંત્રાલયે નિવેદન આપ્યું કે, ‘ભયંકર મિસાઇલોના આગમન અને અલાર્મ વચ્ચે ખૂબ જ ટુંકાગાળાનો અંતર હતો,
આ કારણસર ઘણાં લોકો હુમલાની ચપેટમાં આવી ગયા હતા. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે. હાલ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કાટમાળ નીચે દટાયેલા 11 સહિત 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.