પ્રાણ પ્રતિષ્ઠામાં જવા અંગે શું કહ્યું અડવાણીએ ? વાંચો
રામ મંદિર આંદોલનના જનક અને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે. જેની વિશ્વ હિંદૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પુષ્ટિ કરી હતી.
આ મહોત્સવને પગલે રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે થોડા દિવસ અગાઉ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી હતી. અડવાણીને મેડિકલ સહિતની બધી સુવિધા પૂરી પાડવામાં આવશે.
જોકે બાદમાં રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ટ નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમમાં આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું હતું.