નેવીએ ફરી ક્યાં મર્દાનગી બતાવી ? વાંચો
અરબી સમુદ્રમાં ઇરાનના જહાજ પરથી ચાંચિયાઓને કલાકોના ઓપરેશન આબાદ ભગાવ્યાં
ભારતીય નૌકાદળે સમુદ્રમાં મુસીબતમાં ફસાંતા જહાજો અને લોકોને બચવાવમાં ઘણી વખત વિરતાનું પ્રદર્શન કર્યું છે અને ફરી એક વખત સમુદ્રમાં ચાંચિયાઓ પર જીત મેળવી લીધી હતી અને ઈરાનના એક જહાજને તેમના ચુંગાલમાંથી બચાવી લીધું હતું. તે ઈરાની માછીમારીનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે પણ 23 પાકિસ્તાની ક્રૂને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અંગે નેવીએ તેના નિવેદનમાં કહ્યું કે, અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.
ભારતીય નૌકાદળે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપ્યો અને કલાકોની આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ દ્વારા 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, ઈરાની ફિશિંગ જહાજ પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું . નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના માછીમારી જહાજ ‘અલ કંબર 786’ પર ચાંચિયાઓએ કરેલા હુમલાની માહિતી મળી હતી.
આવી માહિતી મળતાની સાથે જ નેવીએ જવાબી કાર્યવાહી કરીને ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત બે જહાજોને તૈનાત કર્યા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ 90 એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું