દાઉદ ઇબ્રાહિમની સંપતિની ક્યાં થઈ હરાજી ? જુઓ
દેશના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની મુંબઈ ખાતેની ચાર પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી. રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં દાઉદ ઈબ્રાહિમની ચાર ‘બેનામી’ મિલકતો હરાજી માટે મૂકવામાં આવી હતી. જેની સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર ઓથોરિટી (SAFEMA) દ્વારા હરાજી કરવામાં આવી હતી.
આ મિલકતો મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલી છે. જેમાં એક ખેતીનો પ્લોટ છે, જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે. દાઉદ ઈબ્રાહિમના પૈતૃક પ્લોટની અનામત કિંમત 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, જે હરાજીમાં 2 કરોડથી વધુ રૂપિયાની કિંમતે વેચાયો હતો. બીજી મિલકત જેની કિંમત રૂ.1.56 લાખ નક્કી કરવામાં આવી હતી તે રૂ. 3.28 લાખમાં વેચવામાં આવી હતી. ચારેય પ્રોપર્ટીની કિંમત 19.2 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.
હરાજી બાદ આવતી સમસ્યાઓ અંગે એડવોકેટ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યારે 2001માં આવકવેરા વિભાગ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે તેઓએ મિલકતનો કબજો આપ્યો ન હતો. હું તેના માટે કોર્ટમાં કેસ લડી રહ્યો છું, આજે 23 વર્ષ થઈ ગયા છે. આજે તે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. દાઉદ પછી તેની બહેન હસીના ઈબ્રાહીમ તેની દેખરેખ કરતી હતી અને હવે તે તેના બાળકોની દેખરેખ હેઠળ છે.