Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

જે કામ મહાપાલિકા ન કરી શકી તે પોલીસે કરી બતાવ્યું !

Sun, December 24 2023
  • ૧૫૦ ફૂટ રોડ પર નિયમ વિરુદ્ધ ખડકાયેલી ઈંડાની રેંકડીનું દબાણ મનપાને દેખાયું જ નહીં, આખરે પોલીસે બે ધંધાર્થી સામે ગુનો નોંધી સાન' ઠેકાણે લાવી
  • દરેક વિસ્તારમાં ઈંડા-નોનવેજની રેંકડી ટ્રાફિકને અડચણરૂપ થાય-લોકોની લાગણી દુભાય તે રીતે ઉભી રહે છે ત્યારે પોલીસ તેની સામે કાર્યવાહી કરી મહાપાલિકાને અરીસો બતાવશે ? ભદ્ર સમાજનો સવાલ
  • મહાપાલિકાની દબાણ હટાવ શાખાઘોડાના ડાબલા’ પહેરીને કામ કરતી હોય તેવી રીતે તેને ક્યાંય ઈંડા-નોનવેજની રેંકડી દેખાતી નથી તો પોલીસને કઈ રીતે દેખાઈ ગઈ ?


રાજકોટનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં ઈંડા-નોનવેજની રેંકડીનું નિયમ વિરુદ્ધ દબાણ ન થઈ ગયું હોય. આ દૂષણ સાથે વૉઈસ ઑફ ડે' દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે બાદ મહાપાલિકા તંત્રએ ફૂડ શાખા અને દબાણ હટાવ શાખાને દોડાવી હતી. થોડા સમય સુધી કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ સ્થિતિ ફરી એની એ જ થઈ જતાં મહાપાલિકા તંત્રનીનિષ્ઠા’ ઉપર ભદ્ર સમાજે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે પોલીસ તંત્રએ દૂષણ સામે લાલ આંખ કરીને ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરવાનું શરૂ કરતાં લોકોએ ખુશી સાથે જણાવ્યું હતું કે જે કામ મહાપાલિકાએ કરવાનું હતું તે કામ તે તો કરી જ શકી બલ્કે પોલીસે કરી બતાવ્યું છે !!
તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજયગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી, એએસઆઈ ડી.વી.ખાંભલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઠાકર ચોક પાસે, નવા ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર પહોંચતાં કટારિયા તરફ જતા રોડ ઉપર ટ્રાફિકજામ થયેલો જોવા મળ્યો હતો. આ જામ ત્યાં ઉભેલી ખીરા એગ્ઝ' નામની ઈંડાની રેકડીને કારણે થયો હોવાનું લાગતાં જ તેના માલિક અસલમ રહીમભાઈ ખીરા (ઉ.વ.૨૩, રહે.દેવપરા મેઈન રોડ) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંતખીરા એગ્ઝ’ની જ બીજી ઈંડાની રેંકડી ઉપર પણ એટલો જ ટ્રાફિક હોવાને કારણે હેડ કોન્સ્ટેબલ, એન.એમ.શિરોળિયા, કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેંકડીના માલિક ઈરફાન હુસેનભાઈ સોલંકી (ઉ.વ.૩૨, રહે.કોઠારિયા મેઈન રોડ, નીલકંઠ પાર્ક) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ બન્ને રેંકડી એટલી હદે ગેરકાયદેસર ઉભી હતી કે ત્યાંથી વાહનો તો ઠીક બલ્કે લોકોનું પગપાળા જવું પણ મુશ્કેલ બની ગયું હતું.

આ ન્યુસન્સ સામે એ-ડિવિઝન પોલીસ કાર્યવાહી કરશે ?
એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં અનેક ઈંડા-નોનવેજની રેંકડીઓ એવી ઉભી રહે છે જે ટ્રાફિકને સતત અડચણરૂપ થાય છે. આવી જ એક રેંકડી હેમુ ગઢવી હોલની પાછળ ઉભી રહે છે જેના દ્વારા આખો રસ્તો રોકી લઈને ટેબલ-ખુરશી ગોઠવી દેવામાં આવ્યા હોવાને કારણે અહીંથી વાહનોનું નીકળવું દુષ્કર બની જાય છે. શું એ-ડિવિઝન પોલીસ આ ન્યુસન્સ સામે તાલુકા પોલીસ મથક જેવી જ કાર્યવાહી કરવાની `હિંમત’ બતાવશે ? તેવો સવાલ ભદ્ર સમાજ પૂછી રહ્યો છે.

પ્ર.નગર પોલીસ મથકની હદમાં તો અગણ્ય ઈંડા-નોનવેજની રેંકડી અડચણરૂપ !
ઉપરોક્ત તસવીરમાં જોવા મળી રહેલી ઈંડા-નોનવેજની રેંકડીઓ તેમજ દુકાન પ્ર.નગર પોલીસ મથકની હદમાં ઉભી રહે છે. ખાસ કરીને ફૂલછાબ ચોક આસપાસ જે પ્રકારે ઈંડા-નોનવેજની રેંકડી તેમજ દુકાનોનું દૂષણ ખડકાયેલું છે તેને દૂર કરવાની હવે મહાપાલિકામાં હિંમત રહેલી નથી એટલા માટે પોલીસ જ હવે આક્રમક બનીને ગુના નોંધવાનું શરૂ કરે તો કમ સે કમ નિયમના દાયરામાં રહીને ઈંડા-નોનવેજનો ધંધો થશે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.

યુનિવર્સિટી પોલીસ ગુના નોંધીને થાકી જાય એટલી હદે ગેરકાયદેસર રેંકડીઓ ખડકાયેલી !
જે રીતે તાલુકા પોલીસ મથક દ્વારા ટ્રાફિકને નડતરરૂપ ઈંડાની રેંકડીના ધંધાર્થી સામે ગુના નોંધવામાં આવ્યા છે તેવી જ રીતે જો યુનિવર્સિટી (ગાંધીગ્રામ-૨) પોલીસ મથક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સ્ટાફ ગુના નોંધી નોંધીને થાકી જાય એટલી હદે ગેરકાયદેસર અને ટ્રાફિકને અડચણરૂપ રેંકડીઓ ખડકાઈ ગઈ છે. ખાસ કરીને યુનિવર્સિટીના ગેઈટ બહાર પોલીસ ડ્રાઈવ કરે તો ઘણા ધંધાર્થીઓ ઝપટે ચડી શકે છે.

બી-ડિવિઝન, ગાંધીગ્રામ, આજીડેમ સહિતના પોલીસ મથકો પણ આ રીતે ડ્રાઈવ કરે તે જરૂરી
રાજકોટના લગભગ દરેક પોલીસ મથકની હદમાં ટ્રાફિકને અવરોધરૂપ થાય તે રીતે ઈંડા-નોનવેજની રેંકડીઓ ગેરકાયદેસર ખડકાયેલી છે ત્યારે બી-ડિવિઝન, ગાંધીગ્રામ, આજીડેમ સહિતના તમામ પોલીસ મથકો તાલુકા પોલીસ મથકની જેમ ડ્રાઈવ કરે તે જરૂરી હોવાની લોકમાગણી ઉઠવા પામી છે.

દર સપ્તાહે રેંકડી-કેબિનો જપ્ત કરી વાહવાહી' લૂંટતી દબાણ હટાવ શાખા ક્યારે સુધરશે ? મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલી ઈંડા-નોનવેજની રેંકડીઓને હટાવવાનો આદેશ અપાયા બાદ પણ સુધરવાનું નામ નહીં લેતી મહાપાલિકાની દબાણ હટાવ શાખા દર સપ્તાહે રેંકડી-કેબિનો જપ્ત કરીવાહવાહી’ લૂંટી લ્યે છે ત્યારે આ જ દબાણ હટાવ શાખાને શહેરમાં ઠેકઠેકાણે ખડકાયેલી ઈંડા-નોનવેજની રેંકડી કેમ નહીં દેખાતી હોય ? જો દબાણ હટાવ શાખાએ કામગીરી કરી હોત તો પોલીસે ગુનો નોંધવાની નોબત ન આવી હોત તે પણ વાસ્તવક્તાિ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં મહિલા ડેન્ટિસ્ટે ફાસો ખાઈ કરી આત્મહત્યા 

Next

મોબાઈલ શોરૂમની સેલ્સ ગર્લ ઉપર મેનેજરનું દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
14 કલાક પહેલા
હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
14 કલાક પહેલા
સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
15 કલાક પહેલા
અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

રાજકોટ લોકમેળાની બહાર પબ્લિક અને હોમ ગાર્ડ જવાન વચ્ચે મારામારી…જુઓ વિડિઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
ઓરી મુશ્કેલીમાં મુકાયો : વૈષ્ણો દેવી નજીક હોટલમાં દારૂ પીવા મામલે FIR નોંધાઈ, વાંચો સમગ્ર માહિતી
Entertainment
10 મહિના પહેલા
નીલકંઠવર્ણીનું અપમાન થતા ક્રોધિત હનુમાનજીએ બાવાઓને ધોકાવ્યા હતા
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં દંડ, દરોડા અને દમનની સરકાર: સમીર શાહ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર