જમ્મુ-કાશ્મીરમાં કેવી પડી રહી છે ઠંડી ? જુઓ
આકરી ઠંડી; જમ્મુના 2, કશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસમાં
પંજાબ અને દિલ્હીમાં પણ ધ્રુજાવતી ઠંડીથી લોકો ઘરોમાં પુરાયા
જમ્મુ-કાશ્મીરમાં વધતી ઠંડીને કારણે પારો માઈનસમાં ગયો છે. જમ્મુના 2 જિલ્લા અને કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઈનસમાં નોંધાયો હતો. ઝોજિલા સૌથી ઠંડુ છે, જ્યાં તાપમાન -19 ° ડિગ્રીએ પહોંચી ગયું હતું.
શોપિયાંમાં -4.5 ડિગ્રી, પહેલગામ અને બાંદીપોરામાં -4.3 ડિગ્રી તાપમાન છે. શ્રીનગરમાં પણ પારો -4.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. પંજાબનું આદમપુર મેદાની વિસ્તારોમાં 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતું.
દિલ્હીમાં શનિવારે સવારે 7.1 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી સવાર હતી. મુંબઈ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. વધતા ધુમ્મસને કારણે ઉત્તર રેલવેએ 28 ફેબ્રુઆરી સુધી 77 ટ્રેનો રદ કરી છે. તેમાંથી 36 ટ્રેનો દિલ્હી ડિવિઝનની છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 8-9 ડિસેમ્બરે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા સહિત 17 રાજ્યોમાં ધુમ્મસ રહેશે. જેના કારણે મેદાની રાજ્યોમાં ઠંડી વધશે.