ખાલિસ્તાની આતંકી પન્નુંએ શું ઝેર ઓકયું? વાંચો
ખાલિસ્તાની આતંકવાદી પન્નુંએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરીને ફરીવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકયું હતું. વિદેશમાં સંતાઈને બેઠેલા આતંકીએ એક વિડીયો જારી કરીને ભારતના મુસ્લિમ સમુદાયને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ મુસ્લિમો વિરુદ્ધ ઓપરેશન બ્લૂ સ્ટાર જેવુ છે.
વિડિયોમાં તેણે મુસ્લિમોને ભડકાવીને કહ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો તમારે વિરોધ કરવો જોઈએ. સાથોસાથ તેણે મુસ્લિમોને ઉશ્કેરીને કહ્યું હતું કે, હવે તમે ભારતથી અલગ દેશ ઉર્દિસ્તાન બનાવો. આ ઉપરાંત તેણે અમૃતસરથી અયોધ્યા સુધી તમામ એરપોર્ટ બંધ કરવાની ધમકી પણ આપી હતી. તેણે વિડિયોમાં કહ્યું કે, ભારતના દરેક મુસ્લિમએ વિરોધ કરવો જોઈએ.
