ચૂંટણી પૂર્વે હરિયાણાના રાજકારણમાં સખળ ડખળ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસના નારાજ નેતા કુમારી શૈલજાને ભાજપમાં જોડાઈ જવા આમંત્રણ આપ્યું હતું.મોવડી મંડળથી નારાજ કુમારી શૈલજા પ્રચારથી દુર રહી સમર્થકોને પોતાના ઘરે જ મળી રહ્યા છે. તેમની આ નારાજગીનો લાભ લઈ ખટ્ટરે ખેલ નાખ્યો હતો. શૈલજાને સાધી દલિત વોટબેંક અંતે કરવાનો ભાજપનો વ્યુહ હોવાનું માનવામાં આવે છે.
શું સુરજેવલા કે કુમારી શૈલજા ભાજપમાં જોડાઈ શકે છે? તેવા પત્રકારોના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ તો સંભાવના નો સંસાર છે. બધું શક્ય છે.
તેમણે કહ્યું કે બહેન શૈલજાનું કોંગ્રેસમાં અપમાન થઇ રહ્યું છે. અમે ઘણા લોકોને ભાજપમાં જોડ્યા છે અને કુમારી શૈલજા માટે પણ અમારા દરવાજા ખુલ્લા છે.નોંધનીય છે કે કુમારી શૈલજા હરિયાણા કોંગ્રેસનો ખૂબ જાણીતો દલિત ચહેરો છે. જો કે તેમના અને પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાના મતભેદો જગજાણીતા છે. કોંગ્રેસ મોવડી મંડળે પણ આ અગાઉ તેમને હુડ્ડા વિરોધ કાંઈ ન બોલવા તેમજ પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ ન કરવા માટે તાકીદ કરી હતી. એ દરમિયાન એક કોંગી નેતા તેમના વિશે અપમાંનજનક ટિપ્પણી કરતા હોય તેવા વીડિયો વાયરલ થયા બાદ હિસારમાં દલિત સંગઠનોએ હુડ્ડાના પૂતળાનું દહન કર્યું હતું.