પોલીસ સાથે સામસામે ગોળીબારને લીધે વસંત કુંજ વિસ્તાર ગાજી ઉઠ્યો
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
દિલ્હીના વીવીઆઈપી વિસ્તાર વસંત કુંજમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.
વસંત કુંજ વિસ્તારમાં લોરેન્સ ગેંગના બે શાર્પ શુટર છે તેવી માહિતી પોલીસને મળતા દિલ્હી પોલસના સ્પેશિયલ સેલે તેમને પકડવા માટે આ વિસ્તારમાં ગયા હતા જ્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો.
આ એન્કાઉન્ટર બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બ્રિશ્નોઈ ગેંગના બે શાર્પ શુટરોની ધરપકડ કરી હતી. આ બે શૂટરોમાં એક સગીર હોવાનું જાણવા મળ્યુ હતું અને આ શૂટરો વિરુદ્ધ ઘણા જૂના કેસો નોંધાયેલા છે. બંને શૂટર્સના નામ આકાશ અને અખિલ છે જેઓ હરિયાણાના સોનીપત અને ચરખી દાદરીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પંજાબના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાના ઘરે ગોળીબારમાં બંને શૂટર્સ સામેલ હતા અને આ કામ ગોલ્ડી બ્રારના કહેવા પર કરવામાં આવ્યું હતું.