કેજરીવાલને શૂનલાગ્યાં ડબલ ઝટકા ? જુઓ
સુપ્રીમ કોર્ટે તરત રાહતનો ઇનકાર કર્યો, લોકલ કોર્ટે જેલવાસ 23 એપ્રિલ સુધી લંબાવ્યો
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને સોમવારે બે અદાલતોથી ડબલ ઝટકો લાગ્યો હતો. ધરપકડ સામે એમણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પણ સોમવારે સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો હતો અને તરત રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હવે 29 એપ્રિલે સુપ્રીમ સુનાવણી કરશે.
બીજી બાજુ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલનો જેલવાસ 23 એપ્રિલ સુધી લંબાવતો હુકમ કર્યો હતો. કસ્ટડીની મુદત પૂરી થતાં કેજરીવાલને સોમવારે લોકલ કોર્ટમાં રજૂ કરાયા હતા. અહીં પણ એમને ફટકો લાગ્યો હતો.
દરમિયાનમાં ધરપકડ વ્યાજબી હોવાના હાઇ કોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમમાં પડકાર્યો હતો અને મુક્ત કરવાની માંગ કરી હતી પણ સોમવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને તરત રાહત નહીં આપીને વધુ સુનાવણી 29 એપ્રિલ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
એ જ રીતે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી અંગે ઇડીનો જવાબ પણ માંગ્યો છે અને 24 એપ્રિલ સુધી કોર્ટને જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આમ કેજરીવાલને એક સાથે બે કોર્ટથી ઝટકા લાગ્યા હતા અને એમનો જેલવાસ લંબાયો હતો. કેજરીવાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે પણ બે સપ્તાહ સુધી જેલમાં વાટ જોવી પડશે.
