એક એવો સમુદ્ર કે જ્યાં તમે ઈચ્છો તો પણ ડૂબી નહીં શકો… જાણો ક્યાં આવેલ છે….?
દુનિયાભરમાં એવી ઘણી અનોખી વસ્તુઓ છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ત્યારે આવી જ એક જગ્યાએ છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. વિશ્વમાં એક એવો સમુદ્ર છે, જેમાં તમે ઇચ્છો તો પણ ડૂબી નહીં શકો. જોર્ડન અને ઈઝરાયેલની વચ્ચે આવેલા આ સમુદ્રને લોકો ડેડ સી તરીકે ઓળખે છે.
દુનિયાભરમાં એવી ઘણી અનોખી વસ્તુઓ છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ત્યારે આવી જ એક જગ્યાએ છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. વિશ્વમાં એક એવો સમુદ્ર છે, જેમાં તમે ઇચ્છો તો પણ ડૂબી નહીં શકો.
જોર્ડન અને ઈઝરાયેલની વચ્ચે આવેલા આ સમુદ્રને લોકો ડેડ સી તરીકે ઓળખે છે. જો તમે અકસ્માતે પણ આ સમુદ્રમાં પડી જાઓ છો, તો પણ તમે ડૂબશો નહીં, પરંતુ તમારું શરીર પાણી પર તરવા લાગશે.
તમને જણાવી દઈએ કે, ડેડ સી એ ખારા પાણીનો સમુદ્ર છે. તેમાં મોટા પ્રમાણમાં મીઠું હોવાને કારણે પાણીમાં ઘણું દબાણ બને છે, જેના કારણે તેમાં કોઈ પણ વસ્તુ ડૂબતી નથી.
ડેડ સીમાં ખારા પાણીને કારણે તેની અંદર કોઈ પણ જીવ લાંબો સમય જીવી શકતો નથી. તો સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારના છોડ પણ નથી. તમને આ સમુદ્રમાં માછલી પણ જોવા નહીં મળે. આ જ કારણ છે કે આ સમુદ્રને ડેડ સી નામ આપવામાં આવ્યું છે.
ડેડ સીમાં ભલે મોટા પ્રમાણમાં મીઠું હોય, પરંતુ તેના પાણીમાં ઘણા પોષક તત્વો પણ છે, જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમને જણાવી દઈએ કે ડેડ સીમાં સલ્ફર, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ નોંધપાત્ર માત્રામાં હોય છે. એવી માન્યતા છે કે, આ પાણીમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આ માટે દૂર-દૂરથી અનેક લોકો અહીં સ્નાન કરવા આવે છે.