વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં PM મોદીનું આગમન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદ પધાર્યા હતા. ત્યારે એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. જે અંતર્ગત આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

અધિકારીઓ વડાપ્રધાનનું અભિવાદન કરી તેઓને આવકાર્યા હતા
આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, મેજર જનરલ એસ.એસ વિર્ક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટરપ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.