આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ચિંતામાં થઈ શકે છે વધારો
આજની રાશી : મીન
મેષ (અ,લ,ઇ)
ચિંતાઓ માંથી રાહત મળશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
વેપાર-ધંધામાં સારો નફો થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
આજે કામમાં આયોજન બગડી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
નાણાકીય સ્થિતિ મજબુત બનશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કોઈ નવું કામ શીખી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવાર તરફથી સ્નેહ અને સહયોગ મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.