Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

…તો બિલ્ડરે પચાવેલી જમીન પાછી લઈ લેશે મનપા

Fri, July 26 2024

યુનિ.ની જમીન બિલ્ડરને પધરાવી દેવાના કારસ્તાનનો

વોઈસ ઓફ ડે'એ પર્દાફાશ કરતાં તંત્ર થયું દોડતું

પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા ટીપીના ઠરાવનું મુલ્યાંકન શરૂ: ગેરરીતિ પકડાઈ એટલે તુરંત મનપાનું બૂલડોઝર માંચડા તોડી પાડશે

ફ્લેટનું બુકિંગ લીધું હશે તો મનપા જ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ કરશે: પગલાં લેવામાં કોઈની શેહ-શરમ નહીં રખાય: સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર

રાજકોટના રૈયા વિસ્તારની ટીપી સ્કીમ નં.૧૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની જમીન ઉપર કબજો કરીને બિલ્ડિંગ બનાવવાના કારસ્તાનનોવોઈસ ઓફ ડે’એ પર્દાફાશ કરતાં જ મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સ્તરેથી તાત્કાલિક આ મામલાની તપાસ કરી રિપોર્ટ સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અગ્નિકાંડને કારણે અનેક પ્રકારના આક્ષેપોનો સામનો કરી રહેલા મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ પૂર્ણ કરી જરા અમથું ખોટું થયું હોય તો પણ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે બિલ્ડરે જમીન પચાવી હશે તો તેની સામે છેતરપિંડી સહિતની ફરિયાદ ખુદ મહાપાલિકા જ ફરિયાદી બનીને નોંધાવશે.


તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા યુનિવર્સિટીની જમીન ઉપર ચાલાકીપૂર્વક કબજો કરી લેવાયો હોવાનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવ્યા હતા આ મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ મામલે ગેરરીતિ થયાનું બહાર આવશે તે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને પગલાં ઉઠાવવા આડે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર કે કોઈને પણ બક્ષ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે.


અત્યારે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા જે તે સમયે થયેલા ટાઉન પ્લાનિંગના ઠરાવનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જે ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવશે અને જો તેમાં ગેરરીતિ પકડાશે એટલે તુરંત જ મહાપાલિકા પોતાની જમીન પરત મેળવીને યુનિવર્સિટીને સોંપી દેશે.


રહી વાત તે જમીન ઉપર બિલ્ડિંગ બનાવી લેવાની તો તેનું પણ ડિમોલિશન કરી નાખવામાં આવશે. અત્યારે બિલ્ડિંગમાં કોઈ રહેતું નથી પરંતુ જો બિલ્ડર દ્વારા એ જમીન પર બની રહેલા ફ્લેટનું બુકિંગ લેવામાં આવ્યું હશે તો મહાપાલિકા જ ફરિયાદી બનીને બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવશે.

લૂંટાવી દો, બધું જ પધરાવી દો: કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું !
તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા દ્વારા બિલ્ડર સાથે સાંઠગાંઠ રચીને યુનિવર્સિટીની જમીન પર કબજો મેળવી તેના પર ફ્લેટ બનાવવાનું શરૂ કર્યાનો મામલો `વોઈસ ઓફ ડે’એ ઉજાગર કર્યા બાદ કોંગ્રેસે પણ આ મામલે વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં નકલી પૈસા ઉડાડવામાં આવ્યા હતા સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, બિલ્ડર સહિતના નામના પોસ્ટર-બેનર ફરકાવાયા હતા. એકંદરે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થતાં એ-ડિવિઝન પોલીસે કાર્યકરો-નેતાઓની અટકાયત પણ કરી હતી.

Share Article

Other Articles

Previous

રહેણાંકની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનારા ઉપર તૂટી પડવા આદેશ

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ચિંતામાં થઈ શકે છે વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
1 દિવસ પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
1 દિવસ પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
1 દિવસ પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે: કિશોરી લાલ શર્માને કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ
નેશનલ
1 વર્ષ પહેલા
ભારતના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ખેલાડી દત્તાજીરાવનું વડોદરામાં નિધન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં કેટલા થયા અકસ્માત ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કેશલેસ સારવાર માટે 1 કલાકમાં જ મંજૂરી મળી જશે
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર