આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, દિવસ અત્યંત શુભ
આજની રાશી તુલા : 11:00AM વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
આજે અજાણ્યા લોકોનો વિશ્વાસ ન કરવો જોઈએ. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે નવી માહિતી પ્રાપ્ત થશે. મિત્રો કે પરિવારના સભ્યો તમારા પર ગર્વ અનુભવશે. દિવસ આનંદમય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે મત-ભેદ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
વિદ્યાર્થીઓ અભ્યાસ મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
અનુભવી લોકોની સલાહ મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.