આજે વર્ષનો સૌથી લાંબો દિવસ…. શું છે તેનું કારણ ? વર્ષાઋતુ સાથે શું છે સબંધ ?
આજે એટલે કે તા.૨૧ જુનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સુર્યોદય સવારના ૬.૦૪ કલાકે અને સુર્યઅસ્ત સાંજે ૭.૩૨ કલાકે છે. આમ ૧૩ કલાક અને ૨૭ મીનીટનો દિવસ રહેશે. આ દિવસથી વર્ષાઋતુનો પ્રારંભ થશે અને સાથે દક્ષિણાયન નો પણ પ્રારંભ થશે ત્યારબાદ દિવસ નાનો થવાની શરૂઆત થશે અને રાત્રી મોટી થવા લાગશે તા.૨૧-૧૨- ૨૩ ઉતરાયન શરૂ થયેલા આ દિવસે વર્ષની સૌથા લાબી રાત્રી હતી.
આમ દક્ષિણાયનમાં રાત્રી મોટી હોય છે અને ઉતરાયનમાં દિવસ મોટો હોય છે આપણે પૃથ્વીવાસીઓને ઉતરાયન અને દક્ષિણાયનના લીધે જ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુનો અનુભવ થાય છે. આપણું હિન્દુ પંચાગ દુનિયાનું સૌથી પ્રાચીન પંચાગ છે. જ્યારે દુરબીન ની શોધ નોહતી થયેલી ત્યારે પણ આપણા ઋષીમુનીઓએ આપણા પંચાગનું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ગણીત શોધી કાઢેલું. આપણા હિન્દુ પંચાગના ગણીત પ્રમાણે પોત પોતાના ગામના સુર્યોદયથી દિવસની શરૂઆત થાય છે એટલું સુક્ષ્મ ગણીત હજારો વર્ષથી આપણી પાસે છે.
જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે રાત્રીનાં ૧૨ વાગ્યાથી જ બધી જ જગ્યાએ દિવસ ચાલુ થાય છે. આમ તે ખામી ભરેલું ગણાય આપણું હિન્દુ પંચાગ આકાશ સાથે સીધો સંબંધ ઘરાવે છે. દાખલા તરીકે જ્યારે આપણા પંચાગમાં પુનમ હોય ત્યારે આકાશમાં પુનમનો ચંદ્ર દેખાય છે જ્યારે અમાસ હોય ત્યારે સાવ ચંદ્ર દેખાતો નથી પરંતુ અંગ્રેજી પંચાગ પ્રમાણે આ બધુ અશકય છે. બીજી રીતે જોતા અમાસ હોય ત્યારે રાહુના કારણે સુર્યગ્રહણ થાય છે અને પનુમ હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છૅ પરંતુ અંગ્રેજી પંચાગમાં અમાસ અને પુનમ આવતા જ નથી આમ આપણું હિન્દુ પંચાગ ભારતનું તો નહીં પરંતુ દુનિયાનું શ્રેષ્ઠ પંચાગ છે.