તેલાધરની આરાધના: કર્મની ગાડી ધીમી કરો, ધર્મથી સિદ્ધત્વ પામો
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર. સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યા-દિવસ છઠ્ઠો
જૈનદર્શનમાં કર્મવાદનો સિદ્ધાંત એ છે; જે તમે આપોતે મળે છે: જો તમે અન્ય જીવોને શાતા આપો તો શાતા મળે, અશાતા આપો તો અશાતા મળે, કોઈ જીવને દુ:ખ ન આપો
ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ.જ્યોતિબાઈ સ્વામીનાં સુશીષ્યા બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ પર્યુષણ પર્વ નિમિત્તે વિશેષ સંતેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ તેલાધરનો દિવસ છે. આજની છઠ્ઠા દિવસની આરાધના કરવાનો જયેષ્ઠ કોટીનો પુરુષાર્થ જાગૃત થાય. નરક નિગોદમાં ન જવું પડે. ગણતરીના ભવો ગણાતા હોય, પાપોનો નાશ કરવાનો તિર્યંચ ગતિમાં જન્મ ન લેવો પડે. તેલાધર એટલે શું ? ધર એટલે જાગૃત બનવાનો દિવસ છે. સૌથી પહેલા માસખમણનું ધર આવે છે. સર્વશ્રેેષ્ઠ સાધનાનો દિવસ એટલે ભાદરવા સુદ પાંચમનો દિવસ છે. આ દિવસ આવવાનો હોય તેની ઓળખાણ માટે માસખમણના ધરનો દિવસ છે. બીજું આવે છે પંદરનું ધર. એટલે પંદરમા દિવસે સંવત્સરી પર્વ આવે છે, સ્પીડ બ્રેકર જેવું આ ધર હોય છે. તમારી ગાડીને ધીમી પાડો બાકી અકસ્માતનો સંભવ છે. આરંભ-સમારંભથી પાપ કર્મને હળવા બનાવવા માટે ધર જાગૃત કરે છે. તેલાધર કસાઈની ગાડી ધીમી પાડે છે. તેલાધર એટલે વૃત્તિની ગાડી ધીમી પડે સંવત્સરીમાં. આહાર સંજ્ઞાની, પાપની ગાડી ધીમી પાડવાની છે.
તેલાધર સ્પીડ બ્રેકર જેવા છે. ગો સ્લો, સ્પીડ બ્રેકર અહેડ.' પર્વાધિરાજ મહાપર્વના ધર પાપના સ્પીડ બ્રેકર છે. પાપની ગાડી ધીમી કરી કર્મનિર્દેશ કરો. વિકથાની ગુલાબીને ધીમી પાડો. ધર્મકથા માર્ગે જાવ, રાગની ગાડી ધીમી કરી વૈરાગ્યના માર્ગે જાવ, ધિક્કારની ગાડી ધીમી કરી મૈત્રીના માર્ગે જાવ, બંધની ગાડી ધીમી કરી મોક્ષના દરવાજે આવી જાય. લોભની સંજ્ઞાની ગાડી ધીમી કરી દાન-ધર્મના માર્ગે જાવ. આહાર સંજ્ઞા, કર્મ, પ્રવૃત્તિ, સંસારભાવ, કસાઈની ગાડીને ધીમી પાડી છે. ચાર ગતિની ગાડી ધીમી કરી મોક્ષના માર્ગે જાવ. અજ્ઞાનની ગાડી ધીમી કરી કેવલજ્ઞાનના માર્ગે જાવ. મિથ્યાત્વની ગાડી ધીમી કરી સમ્યક્ત્વના અજવાળા પાથરવાના મોહનીય કર્મની ગાડી બંધ કરી આત્માને સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાની છે. આઠ કર્મની ગાડી ધીમી પાડીને આત્માને સિદ્ધત્વ પામવાનું છે. આજનું ધર તેલો એટલે ત્રણ ઉપવાસ, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિ કાયના જીવોની વિરાધના થાય છે. તે જીવોને શાતા આપવાની છે.
વોટ યુ આર ગીવ યુ ગેટ.’ જે બીજાને આપો છો એ મળશે.
આહાર સંજ્ઞાની ગાડી ધીમી કરી તપની આરાધના કરો. આશ્રવની ગાડી ધીમી પાડી સંવરમાં આવી જાય. કસાયની ગાડી ધીમી પાડી વિરાગ પાસે આવી જાવ. સંઘ, શાસન અને સમાજ માટે કંઈક કરી છૂટવાના ભાવ જાગે એવું કરો. જે સંપત્તિએ પાપ બંધ્ાય છે તે સંપત્તિ સદ્માર્ગે જાય અને આત્માને અપરિગ્રહ ભાવમાં બાંધે. તેલો એટલે ત્રણ. સંસારી જીવોએ છેલ્લા ત્રણ ઉપવાસ કરવા જોઈએ.
બધાએ સંવત્સરીમાં મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. તમે જે જીવોને અશાતા આપો તે જીવો તમને અશાતા આપે જ. પરમાત્માના અનુયાયોએ પાપનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. રાગ-દ્વેષની ગ્રંથી હળવી બનાવવી. છેલ્લા ત્રણ દિવસના ઉપવાસથી બાર મહિનાના પાપનું પ્રાયશ્ચિત થાય છે. હોલ એટલે છીદ્ર. પરમાત્માને પણ કર્મો છોડતા નથી તો આપણને ક્યાંથી છોડવાના છે ? પાપ કરતા સંકોચ રાખો.
કર્તવ્ય ચૂકો તો નવકાર ગણવાનો અધિકાર નથી
મૃગાવતી, ચંદનબાળા પોતાનું હોલ ચેક કરીને પ્રાયશ્ચિત કરે છે. આકાશમાં સૂર્ય-ચંદ્ર રોજ પોતાનુંકાર્ય કરે છે. સૂર્ય તપે-ચંદ્ર શીતળતા આપે છે. પૃથ્વી સ્થિર છે. માણસો હાલતા-ચાલતા છે. એ રીતે તમે જોઈ લેજો. સામેવાળા તપે છે ત્યારે તમે ચંદ્ર બની જાય. તમારા વડિલો પ્રત્યે કર્તવ્ય ચૂકો તો નવકાર ગણવાનો અધિકાર જ નથી. આજ આપણે આપણી નબળી કડી ગોતવાની છે. મારી ભૂલ થઈ. આ છ અક્ષર બહુ અઘરા છે. મારાથી તપ નથી થતું, મારાથી સામાયિક, પ્રતિક્રમણ નથી થતું એ નબળાઈને નક્કી કરો. `ચેક યોર હોલ એન્ડ કરેક્ટ યોર લાઈફ.’
Check your hole
બે પાગલ હોડીમાં મુસાફરી કરતા હતા. આનંદથી સફર માણતા જતા હતા. એક વ્યક્તિના મોઢા પર ચિંતા હતી કે આપણે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ પણ હોડીમાં છીદ્ર જોઈને બીજાને વાત કરે છે ત્યારે પેલી વ્યક્તિ કહે છે કે એમાં ચિંતાની વાત નથી. ક્યાં છે એ છીદ્ર ? એ છીદ્ર જોઈને પેલો પાગલ કહે છે કે ઓ હો આટલું નાનું છીદ્ર છે ? બાજુમાં મોટું છીદ્ર પાડી દે. એમાં ગભરાવા જેવું નથી. નાના કાણામાંથી આવેલું પાણી મોટા કાણામાંથી પાછું જાય ? તમારી ભૂલ શું છે ? તે ચેક કરો. આશ્રવના નાના કાણા પડેલા છે. તેમાં કસાયના મોટા કાણા કરી વધુ જોખમ માથે લીધું છે. શરીર કરતા મન વધુ બીમાર છે. પછી જ્યોતિષ પાસે જાય ! આપણું પુણ્ય હોય તેમ થાય.તમારા સ્વભાવ-મનની તકલીફથી ચિંતા કરવી નહીં. જેટલી જીવદયા પાલશો તેટલી તંદુરસ્તી વધશે. તમારા દુર્ગુણને ઓળખો.તમારો દોષ, નબળી કડી, પાપ, ભૂલને ચેક કરો. જે મળ્યું છે તેમાં સુખ-સંતોષ માનો.