આવતીકાલે અષાઢી બીજ અને રવિપુષ્યામૃતનો શુભ સંગમ : ખરીદી કરવી નીવડશે ખુબ જ લાભદાયી
રવિવારે
તા.૭ જુલાઈ ના રવિવારે અષાઢી બીજ અને રવિપુષ્યામૃત છે. આ દિવસે આખો દિવસ અને રાત્રી સુધી રવિ પુષ્યામૃત યોગ છે. આ દિવસ વર્ષનો શ્રેષ્ઠ દિવસ ગણાશે. સામાન્ય રીતે અષાઢી બીજના દિવસે રવિપુષ્યામૃતનો યોગ બહુ ઓછો આવે છે. આ દિવસે ગુજરાત મા તથા ભારતના નાના મોટા શહેરમાં ગામ મા રથયાત્રા યોજાશે.
અષાઢી બીજનો દિવસ આ વર્ષે ખરીદી માટે શુભ અને ઉત્તમ ફળ આપનાર છે. આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું પૂજન કરવું લાભદાયી નીવહશે. જેમાં શ્રી યંત્રની ઉપર સાકરવાળુ દૂધ ચડાવવું સુકતના પાઠ કરવા, કુળદેવીના મંત્ર જપ કરવા ગ્રહજપ કરવા. ગ્રહશાંતિ હવન, સત્ય નારાયણ ભગવાનની કથા, રાંદલ ગ્રયત્રી હવન જેવા દરેક પુજા-પાઠ કરવાથી અનેક ગણુ ફળ આપનાર આપે છે. ખાસ કરીને આ દિવસે આખો દિવસ અને રાત્રી રવિપુષ્યામૃત યોગ છે આથી તેનો
સંપૂર્ણ લાભ મળશે.
અષાઢી બીજ :-
અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા માટે નીકળશે આથી આ દિવસ ઉત્તમ ગણાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યાર બાદ એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોળાની ઢગલી કરવી તેના ઉપર શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખવી બાજુમાં ઘીનો દિવો કરવો. ભગવાનને ચાંદલો-ચોખા કરી, ફુલ ચડાવી અબીલ-ગુલાલ કંકુ ચડાવવા, ધુપ દિપ અર્પણ કરી નૈવેદ્યમાં મીઠાઈ ધરાવવી સાથે મગ, કાકડી, કેરી, જાંબુનો પ્રસાદ પણ ધરી શકાય છે. ત્યારબાદ આરતી કરવી ક્ષમાયાચના માંગવી આમ પુજા કરવાથી જીવનમાં શાંતિ મળે છે.
આખા વર્ષમાં અષાઢી બીજ જ એવો દિવસ કે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામજી સાથે સાક્ષાત પૃથ્વી ઉપર દર્શન આપવા પધારે છે તેમ મનાય છે આથી જ આ દિવસને ઉત્તમ ગણવામાં આવે છે.
આ દિવસે ભગવાન નગરચર્યામાં નીકળશે અને લોકોને દર્શન આપશે. અષાઢી બીજના દિવસે કચ્છી લોકોના નવા વર્ષનો પ્રારંભ થશે. આ દિવસે
કચ્છી લોકો એક બીજાના ઘરે જઈ નુતન વર્ષાભિનંદન કરશે.આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી પુજાના સામાનની ખરીદી કરવી નવા વાહનની ખરીદી કરવી. જમીન-મકાન-દુકાનના સોદા કરવા, ઉદઘાટન કરવું, શુભફળ આપનાર બનશે.
શુભ મુહૂર્તો
દિવસના ચોઘડીયા પ્રમાણે
ચલ ૭-૫૦થી ૯-૩૧,
લાભ ૯-૩૦થી ૧૧- ૧૧,
અમૃત ૧૧.૧૧થી ૧૨.૫૩,
શુભ બપોરે ૨-૩૨થી ૪-૧૩.
રાત્રીના ચોઘડીયા
શુભ ૭-૩૪થી ૮-૫૩,
અમૃત ૮-૫૩થી ૧૦-૧૩,
ચલ ૧૦-૧૩થી ૧૧- ૩૨,
બપોરે અભિજીત મુહૂર્ત ૧૨-૨૫થી ૧.૧૮.