રૈયારોડ પર મહિલાને ચાર વ્યાજખોરોનો ત્રાસ
પૈસાની પઠાણી ઉઘરાણી કરવા બે મહિલા સહીત ચારે ઘરમાં ઘૂસી ઝગડો કરી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો
રાજકોટમાં રૈયા રોડ પર રહેતી પરિણીતાએ તેમના પતિની કોરોનાની બીમારીની સારવાર કરવા અને ફ્લેટ ખરીદવા એક મહિલા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.વ્યાજ સહીતની રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ તેણી અને અન્ય ત્રણ પૈસાની પઠાણી ઉઘરાણી કરી પરિણીતાના ઘરમાં ઘુસી મારમારી ધમકીઓ આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
શહેરમાં રૈયા રોડ પર નવા રેસકોર્સ પાસે આવેલા પ્રધાનમંત્રી લાઈટ હાઉસ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જાગૃતિબેન જીગ્નેશભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં હિરલ કોટક,રાજુ કોટક,સરોજ કોટક અને હરિ ભરવાડનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના પતિ કોરોના કાળ દરમ્યાન બીમાર પડતા તેમને 1.25 લાખ હિરલ પાસેથી વ્યાજે લીધા હતા.જેની સામે તેને 2.10 લાખ ચૂકવી દીધા હતા.બાદમાં પોતાને સરકારી આવાસ ક્વાર્ટર લગતા તેમને 1.50 લાખ ફરી વ્યાજે લીધા હતા.જેમાં તેને 78 હજાર ચૂકવી દીધા હતા.પરંતુ બાકીના પૈસા ચૂકવવામાં થોડો સમય લગતા આરોપી પૈસાની ઉઘરાણી કરતા હતા.અને એક દિવસ તમામ આરોપીઓ તેમને ઘરમાં ઘુસી મારમારી પૈસાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ તપાસ શરુ કરી છે.