કેન્સરગ્રસ્ત પત્નીના અવસાન બાદ કોણ સાચવશે તેવા ડરથી પતિનો આપઘાત
લોધિકામાં નિસંતાન દંપતીએ એક પછી કે અનંતની વાત પકડતા શોક વ્યાપી ગયો હતો.કેન્સરની બીમારીથી પત્નીનું મોત થતા નોધારા બનેલા પતીએ સંતાન ન હોવાથી કોણ સાચવશે તેવી ચિંતામાં પત્નીના અવસાન બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેતા દંપતીની એક સાથે અર્થી ઉઠતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.
લોધિકાના નવઘણ ચોરામાં રહેતા ગૌરીબેન વલ્લભ સાડમિયાનું ગઈકાલે કેન્સરની બીમારી સબબ મોત થયું હતું.
ગૌરીબેનના અવસાન બાદ નિસંતાન તેમના પતિ વલ્લભ દેવશીભાઈ સાડમિયા (ઉવ40)એ પત્ની મોત નીપજતા પત્નીના મૃત્યુના આઘાતમાં મારે સંતાન નથી મને કોણ સાચવશે તેવી ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો. દંપતીની એક સાથે ફરીથી ઉઠતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.