રાજકોટના બે શખસોએ પડધરીમાં જન્માષ્ટમીના દિવસે લોકો વચ્ચે ફાયરિંગ કર્યું’તુ
લોકો સોશિયલ મીડિયામાં લાઇક મેળવવા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરી વિડીયો ઉતારી વાયરલ કરતાં હોય છે. ત્યારે પડધરીના દોમડા ભાયુના ગામમાં પણ તેવો જ એક કિસ્સો બન્યો હતો.જન્માષ્ટમીના દિવસે મેળાવળામાં રાજકોટના બે શખસોએ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં. અને આ બનાવ અંગે પડધરી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, પડધરીના ભાયુના દોમડા ગામમાં જાહેરમાં હવામાં ફાયરીંગ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થતાં પીએસઆઈ જી.જે.ઝાલા અને ટીમે તપાસ કરી આ વિડીયોમાં ફાયરિંગ કરતાં અલ્પેશ મોહન ભંડેરી (રહે. રાધીકા પાર્ક, મવડી) અને તેના મીત્ર રસીક નરશી પાદરીયા (રહે.મવડી પ્લોટ નંબર 17/18 સોરઠીયા પરીવારની વાડીની બાજુમા રાજકોટ) હોવાનું માલૂમ પડતાં તેમની સામે ગુનો નોંધી શોધખોળ કરી છે.