પરાબજાર અને નવાગામમાં જુગારના બે દરોડા : મહિલા સહિત 11 પકડાયા
શહેરમાં પોલીસ દ્વારા જુગારના બે સ્થળે દોરોડ પાડવામાં આવ્યા હતા.જેમાં પતા ટીચતા બે મહિલા સહીત 11ને પકડી પાડવામાં આવ્યા હતા.માહિતી મુજબ પ્રથમ દરોડો એ ડિવિઝન પોલીસ દ્વારા પરાબજારમાં દાણાપીઠ ચોક પાસે પાડવામાં આવ્યો હતો.જેમાં ઘોડી પાસાનો જુગાર રમતા મોહસીન સોરા,સલીમભાઈ બાબીયા,સોયબભાઈ પરમાર અને એઝાજભાઈ માંડરીયાને પકડી રોકડ રૂ.800 કબ્જે કરી હતી.જયારે બીજો દરોડો બી ડિવિઝન પોલીસે નવાગામ છપ્પનીયા શેરી નંબર-5માં પાડી પતા ટીચતાં નાનુબેન ગોરીયા,શીતલબેન મકવાણા,રમેશ અજાડીયા,ગોપાલ શરાવડીયા,કીશોર અજાડીયા,કડવાભાઈ ચૌહાણ અને સંકેત સોલંકીની ધરપકડ કરી રોકડ રૂ.28,280 કબ્જે કર્યા હતા.