માર્કેટીંગ યાર્ડમાં ઓફિસમાં પતા ટીચતા વેપારીઓ પકડાયા
શહેરના માર્કેટીંગ યાર્ડની અંદર મોમાઇ હોટલની પાછળ વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી વેપારી સહીત ચારને પકડી રૂા.71000નો મુદામાલ જપ્ત કર્યો હતો.બી ડિવિઝન પોલીસે માર્કેટીંગ યાર્ડમાં આવેલી વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં દરોડો પાડી જુગાર રમતા વેપારી બાબુ કચરાભાઇ સગપરીયા, પરેશ ખીમજીભાઇ સગપરીયા, દિનેશ ભાણજીભાઇ ટીંબડીયા અને પરેશ વલ્લભભાઇ નડીયાપરાને પકડી તેમની પાસેથી રોકડ રૂા.39 હજાર અને કુલ રૂા.71 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.