ગોંડલમાં સીઝન સ્ટોરની દુકાનમાંથી ચાઇનીઝ દોરીની 61 ફીરકી સાથે વેપારી પકડાયો
જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લાગાવવામાં આવ્યો હોવા છતા કેટલાક વેપારીઓ આ દોરીનું વૈચાણ કરતા હોય છે.ત્યારે ગોંડલમાં સીઝન સ્ટોરની દુકાનમાંથી રાજકોટ રૂરલ એલસીબીએ ચાઇનીઝ દોરીની ૬૧ ફીરકી કબજે કરી વેપારી સામે જાહેરનામા ભગ અંગેનો ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ,રૂરલ એલસીબી પીઆઈ વિ. વિ.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ગોંડલ જે.કે. ચોક સુવાસ હોટલ પાસે ખોડીયાર સીઝન સ્ટોર નામની દુકાનમાં ચેક કરતા બે પુઠાના બોકસ પડેલ હોય જે બોક્સ ખોલી જોતા તેમાંથી પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરાની ફીરકી મળી આવી હતી. જેથી સ્ટાફે દુકાનમાં કાઉન્ટર ઉપર બેસેલ શખ્સનું નામ પુછતા ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશ ઉર્ફે પાંચા સદાદિયા (ઉ.વ.26),(રહે. ગોંડલ ભગવતપરા શેરી નં-13/12 પટેલ વાડી સામે) જણાવ્યું હતું.બાદમાં પોલીસની ટીમે દુકાનમાં પડેલ ચાઈનીઝ દોરાની ફીરકીઓ કુલ-61 રૂ. 9150 ના મુદામાલ સાથે દુકાનદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરીના લીધે ઉતરાયણ પર્વમાં અકસ્માતની ઘટનાઓનું જોખમ વધુ રહેતું હોય જૈથી ચાઇનીઝ દોરી,તુકલના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અને આ જાહેરનામાનું કડક પાલન કરાવવામાં આવે છે.