તબીબ મહિલાના ઘરમાંથી રૂ.1.97 લાખની ચોરી
રૈયા સર્કલ પાસે ગુણાતીત નગરમાં રહેતા મહિલા માતાનું અવસાન થતાં નજીકમાં રહેતા ભાઈના ઘરે ગયા’ને તસ્કરો કળા કરી ગયા
રાજકોટમાં તસ્કરોએ પડાવ નાખ્યો છે હોય તેમ દિન-પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે ગઇકાલે રૈયા સર્કલ પાસે ગુણાતીત નગરમાં રહેતા તબીબ મહિલાના ઘરને નિશાન બનાવ્યું હતું.અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.1.97 લાખની મતા ચોરી જતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટમાં રૈયા સર્કલ પાસે ગુણાતીત નગરમાં રહેતા વાસુદેવભાઈ અગ્રવાલે ચોરીની નોંધવળે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના બહેન ડો.હિતાર્થી તેમની સોસાયટી શેરી નંબર-3માં જ રહે છે.ગત તા.14/9ના તેમના માતાનું અવસાન થયું હોવાથી હિતાર્થીબેન તેમના ઘરે આવતા જતાં હતા.ત્યારે ગઇકાલે તેઓ ઘરે આવીને રાત્રિના રોકાણ કર્યા બાદ સવારે પોતાના ઘરે ગયા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.તેમજ કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો.જેથી તપાસતા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂ.1.97 લાખની મતા ચોરી થયા હોવાનું માલૂમ પડતાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પીએસઆઇ બી.આર.ભરવાડે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ કરી છે.