તમને મારવા નથી પણ મોબાઈલ ત્રણ દિવસ સ્વીચ ઓફ રાખજો તેવું કહીને યુવકે કર્યું ડબલ ક્રોસ
જૂનાગઢના શખસે રૂ.૫૦ લાખમાં રાજકોટના ટ્રાવેલ્સના ધાંધાર્થીની સોપારી લીધી
આગાઉ પણ આજ લાલા નામના શખસે મારી બસ સળગાવી ‘તી ફરિયાદી વિજય સિંહ જાડેજા
બે ધંધાર્થી વચ્ચે ચાલતી ધંધાકિય હરીફાઈમાં શું ખેલાશે ખુની ખેલ ? : માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહએ સોપારી આપી હોવાના ફરિયાયમાં આક્ષેપો
રાજકોટ શહેરમાં આવેલી પિતૃકૃપા અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ચાલતી હરીફાઈમાં અગાઉ બસ સળગાવવા સુધીની ઘટના બની છે ત્યારે ફરી હવે માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ જાડેજાએ જુનાગઢના લાલા મુસ્લિમ નામના શખ્સને રૂપિયા 50 લાખમાં વિજયસિંહ જાડેજાની સોપારી આપી હતી. જો કે સોપારી લેનાર શખસે દ્વારા વિજયસિંહનો સંપર્ક કરીને તમને મરવા નથી તમને મારવા નથી પણ મોબાઈલ ત્રણ દિવસ સ્વીચ ઓફ રાખજો તેવું કહીને યુવકે ડબલ ક્રોસ કરતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
વિગતો અનુસાર, ગોંડલ રોડ ઉપર શિવ નગર શેરી નંબર બે માં રહેતા અને પિતૃ કૃપા નામથી ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા વિજયસિંહ ભરતસિંહ જાડેજાએ માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૯/૧૨/૨૪ ના સાંજના સાડા આઠ વાગ્યે ગોંડલ ચોકડી નજીક આવેલી પોતાની ઓફિસેથી scorpio કાર્ડ લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ નજીક પહોંચતા પાછળથી મોઢે રૂમાલ બાંધીને આવેલ બુલેટ ચાલકે તેઓની કાર ઊભી રખાવીને નજીક આવેલ યુવકે બાંધેલ રૂમાલ હટાવતા વિદેશી ને ખબર પડી હતી કે આ તો જુનાગઢ રહેતો લાલો મુસ્લિમ છે જે ભાવિન ટ્રાવેલ્સમાં બસ કંડક્ટર તરીકે નોકરી કરતો હતો. અચાનક જ કોર્પિઓ કારમાં બેસી જઈને વિજયસિંહ ને જણાવેલ કે ” માતૃ કૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજાએ મને ૫૦ લાખ રૂપિયામાં તમને મારી નાખવાની સોપારી આપેલ છે આ વાત માટે હું તમને 27મી નવેમ્બરના રોજ વોટસઅપ કોલ કરીને મળવાનું કહેતો હતો પણ તમે મને મળવા ઓફિસ આવવાનું કહેતા હું આવતો ન હતો. હવે મારે તમને મારવા નથી પણ તમારે ત્રણ દિવસ માટે તમારો ફોન સ્વીચ ઓફ રાખી મારી સાથે રહેવું પડશે” જેથી ફરિયાદીએ સખસને જણાવેલ કે ” હું મારી ઓફિસનું કામ સેટ કરીને તને જણાવીશ મને બે ત્રણ દિવસનો સમય આપ” આરોપી લાલાએ આ વાત કોઈને જાણ કરશો તો તારા પરિવારને મારી નાખીશ તેવું કહીને ત્યાંથી જતો રહ્યો હતો
બે દિવસ બાદ એટલે કે તારીખ ૧૧/૧૨ ના રોજ લાલા નામનો શખ્સ ફરિયાદીની ઓફિસે પહોંચીને બે દિવસ થઈ ગયા છે તમે શું વિચાર્યું છે. મારે ઉપરથી પ્રેસર છે તેમ કહીને જતો રહ્યો હતો. એ જ દિવસે સાંજના ૮ વાગ્યે આસપાસ વિજયસિંહ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ફરી લાલો બુલેટમાં ઘસી આવીને રાજકમલ પેટ્રોલપંપ નજીક રુદ્રાક્ષ કોમ્પલેક્ષ સામે કાર ઊભી રખાવીને કાર પાર્ક કરીને વિજયસિંહને બુલેટ પાછળ બેસી જવા કહ્યું હતું. જેથી તેઓ બુલેટમાં બેસી જતા આ લાલા નામના શખ્સે વિજયસિંહ પાસેથી મોબાઇલ માંગતા આપી દીધો હતો. દરમિયાન બુલેટ ગોંડલ રોડ પર આવેલ બજાજના શો રૂમ નજીક પહોંચતા વિજયસિંહે ઘરથી રૂપિયા મંગાવવાનું બહાનું આપી દોડી પોતાના ઘરે નાશી છૂટયા હતા.
દરમિયાન લાલાએ ફરી વિજયસિંહના બીજા નંબરમાં ફોન કરીને કહ્યું હતું કે, હવે તમે ભેગા નહીં આવો તો વાંધો નહીં પણ તમારો ફોન બંધ રાખજો નહીંતર તમારા ઘરના સભ્યોને મારી નાખીશ મારી પાસે તમારી સોપારીના પૈસા આવી જાય પછી તમે છુટા” બનાવ અંગે માલવિયા પોલીસે ધમકી સહિની કલમો હેઠળ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે