પ્રેમીકાએ બ્રેકઅપ કરી નાખવાનું કહેતા પ્રેમીએ આત્મહત્યા કરી
કર્મકાંડી યુવકે સરધાર સ્વામિનારાયણ મંદિરની ઓરડીમાં ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું
સરધાર સ્વામિનારાયણ મંદિરની નજીક મંદિર ટ્રસ્ટની વાડીમાં આવેલી ઓરડીમાં રહેતા કર્મકાંડી યુવાને તેની પ્રેમિકાએ બ્રેકઅપ કરી નાખવાનું કહેતા તેને તે વાતનું માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરીવાર શોકનું મોજું ફળી વળ્યુ છે.
વિગતો મુજબ સરધાર સ્વામિનારાયણ મંદિરની નજીક મંદિર ટ્રસ્ટની વાડીમાં આવેલી ઓરડીમાં કર્મકાંડી યુવાન ગોવિંદ લલ્લુભાઇ તિવારી(ઉ.વ.22)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક અહીં મંદિર ખાતે ઓરડીમાં બે વર્ષથી રહેતો અને કર્મકાંડ કરતો હતો. તે મૂળ બિહારનો વતની હતો. તેને વતનમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે થોડો સમય પહેલા આ યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જેથી યુવતીએ બ્રેકઅપ કરી નાખવાનું કીધું હતું જે બાબતનું ગોવિંદને માઠું લાગી આવતા તેને ઓરડીમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. હાલ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.