એચઆઇવી પોઝિટિવ શખ્સે લગ્નની લાલચ આપી યુવતીનો દેહ બે વર્ષ સુધી પીખ્યો
શાપરમાં સાથે નોકરી કરતી યુવતીને બે સંતાનના પિતાએ પોતે અપરિણીત હોવાનું કહીને અવાર નવાર બનાવી હવસનો શિકાર
એક માસ પૂર્વે યુવતીએ નરાધમ ફોનમાં તેની પત્ની અને બે સંતાનોના ફોટો જોઈ જતા ભાંડો ફૂટતા સબંધ તોડી નાખ્યો : શાપર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ
શાપરમાં રહેતા અને સિકયુરીટી એજન્સીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ ઉનાના એચઆઇવીની પોઝિટિવ
જીજ્ઞેશ ધીરજભાઈ મારું નામના શખ્સે તેની સાથે નોકરી કરતી ૨૦ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી પોતે પરિણીત હોવાનું અને એચઆઇવી પોઝિટિવ હોવાનું છુપાવી બે વર્ષ સુધી તેના પર અવાર નવાર દુષ્કર્મ ગુજારી યુવતીને પણ રોગનો ચેપ લગાવી દેતા શાપર પોલીસે તેના વિરૂદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.
વિગત મુજબ શાપર વેરાવળમાં એક સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ શાપર પોલીસ મથકે તેના પૂર્વ પ્રેમી જીજ્ઞેશ ધીરજભાઈ મારું નામના 40 વર્ષીય આરોપી સામે ફરિયાદ કરતા પોલીસ દ્વારા નરાધમ સામે પીએસઆઇ આર.કે. ગોહિલની દ્વારા આઈપીસી 376(2)(એન)406, 406,420, 269 અને એટ્રોસિટી એકટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ધરપકડ કરી છે.જેમાં યુવતિએ ફરિયાદમાં જણાવ્યું કે તે પરિવાર સાથે માણાવદર પંથકમાં રહેતી હતી.અને તે ત્રણ બહેનોમાં મોટી છે.તે પોતે 18 વર્ષની ઉંમરમાં શાપર-વેરાવળ આવી ગઈ હતી.અને ત્યાં એક સિકયુરીટી એજન્સીમાં નોકરી પર લાગી હતી.જયાં સિકયુરીટી એજન્સીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ઉનાના જીજ્ઞેશ ધીરજભાઈ મારું નામના સંપર્કમાં આવી હતી.જે યુવક શાપર-વેરાવળમાં જ રહેતો હતો.
જ્યારે આ જીજ્ઞેશ સાથે તેને પરિચય થતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અને તેઓ છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા પરંતુ એક માસ પૂર્વે યુવતીએ આ યુવકના ફોનમાં તેનો અને તેના બે સંતાનો સાથેનો ફોટો જોઈ જતા પરિણીત હોવાનો ખ્યાલ આવ્યો હતો.જ્યારે આ યુવક યુવતી સાથે સંબંધ રાખવા માટે પોતે અપરિણીત હોવાનું તેને જણાવ્યું હતું.જેથી આ મુદ્દે બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.અને યુવતીએ આ યુવક સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો.દરમિયાન યુવતિની તબિયત ખરાબ રહેતા તે સારવાર લેતી હતી.રીપોર્ટ કરાવતા તે એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવતા તેના પર આભ ફાટયું હતું.અને આ મુદ્દે તેને યુવકને વાત કરતાં યુવક ઘણા સમયથી પોતે એચઆઈવી પોઝિટીવ હતો પણ યુવતીએ વાત નહોતી કરી જેથી આ મામલે યુવતીએ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીજ્ઞેશ મારું સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
નરાધમે પોતે એચઆઇવી પોઝિટિવ હોવાનું છુપાવી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું
આ યુવતીને નરાધમ હોવાનું જાણવા મળતા તેને તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ યુવતી ની તબિયત વારંવાર બગડતી હોવાથી તેને પોતાના તમામ રિપોર્ટ કરાવ્યા હતા જેમાં પોતે એચઆઇવી પોઝિટિવ હોવાનું જાણવા મળતા પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.જેથી આ બાબતે તેને આ યુવકને વાતચીત તે યુવકે જણાવ્યું હતું કે તે પોતે ઘણા સમયથી એચઆઇવી પોઝિટિવ છે.અને તે વાત યુવતીથી છુપાવી હતી.અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
