યુવતીને સોડામાં ઘેની પ્રવાહી પીવડાવી ધરાર પ્રેમીએ ગુજાર્યું દુષ્કર્મ
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોટલ સહીતના સ્થળોએ બળજબરીથી લઇ જઈ અવારનવાર દેહ પીંખી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
લગ્ન થયાં બાદ પણ યુવતીને ધમકી આપી નરાધમ બળાત્કાર ગુજારતો: યુવતીના પતિએ હવસખોરને સમજાવતા તેને પણ મારી નાખવાની ધમકી આપી:યુવતીએ ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારને જાણ થઈ અને ગુનો નોંધાવ્યો
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીને મેટોડામાં રહેતા તેના ધરાર પ્રેમીએ કોલ્ડ્રીકસમાં ઘેની પ્રવાહી ભેળવી બેભાન કરી તેના પર બોલેરો કારમાં દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતારી લીધો હતો.બાદમાં આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર તેના પર દુષ્કર્મ આચયુ હતું.ઉપરાંત યુવતીના લગ્ન હતા ત્યારે પણ તેના ઘરે જઈ આ નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. હેવાનિયતથી કંટાળી જઈ યુવતીએ માવતરના ઘરે અગાશી પરથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.બાદમાં તેણે આ અંગે મેટોડા વિરમ સાનીયા નામના શખસ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મેટોડામાં રહેતા અને અહીં મેટોડામાં જ જેસીબી ભાડે આપવાની ઓફિસ ધરાવનાર વિરમ નાગજીભાઈ સાનિયાનું નામઆપતા જણાવ્યું હતું કે, વર્ષ 2021માં તે તથા તેનો પરિવાર મામાની દીકરીના લગ્ન હોવાથી ધ્રોલ પંથકમાં આવેલા ગામે મામાના ઘરે ગયા હતા. ત્યાં આરોપી વિરમ સાનિયા સાથે મુલાકાત થઇ હતી બાદ પરિવાર રાજકોટ પરત આવી જતા વીરમે યુવતીને ફેસબુક પર રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ યુવતીએ સ્વીકારી હતી બાદમાં બંને વાતચીત કરતા હતા અને મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી. બે વર્ષ પૂર્વે વિરમે વોટસઅપ કોલમાં વાત કરી રાજકોટ મળવા માટે આવ્યો હતો. અને યુવતીને બોલેરો ગાડીમાં બેસાડી કષ્ટ્રભંજન સોસાયટી પાસેના ખૂણા નજીક ગાડી ઉભી રાખી બંને વાતચીત કરતા હતા. તેવામાં વિરમે યુવતીને કોલ્ડ્રીકસમાં કોઈ નશાકારક પદાર્થ પીવડાવી બેભાન કરી શારીરિક સંબંધ બાંધ્યો છે. બાદમાં યુવતી ઘરે જતા વિરમે ફરીથી વોટસએપ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, મેં તારો વિડીયો ઉતારી લીધો છે જો તું તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હું આ વિડીયો વાયરલ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
પાંચેક મહિના પૂર્વે વિરમ રાજકોટ આવ્યો હતો અને બોલેરો ગાડીમાં બજરંગવાડી પાસે આવેલી ગોલ્ડન હોટલમાં યુવતીને લઈ જઈ દુષ્કર્મમાં આચયુ હતું. ત્યારબાદ જામનગર રોડ પર પીપળીયાના પાટિયાથી બેસાડી મેટોડા ખાતે આવેલી તેની ઓફિસે લઇ ગયો હતો અને અહીં ઓફિસમાં તેની સાથે દુષ્કર્મ આચયુ હતું, યુવતી તેના મામાના ગામે ચાર પાંચ દિવસ રોકાઈ હોય તે દરમિયાન યુવતી પર દુષ્કર્મ આચરી તેની સાથે સૃષ્ટિ વિદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. ગત તારીખ 28-04 ના યુવતીના તથા તેના ભાઈના લગ્ન હોય યુવતીના ભાઈની જાન ગઈ હતી તે સમયે યુવતી ઘરે એકલી હતી ત્યારે લગ્ન તોડાવી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઓગસ્ટ 2024 માં શ્રાવણ માસ દરમિયાન યુવતી પિયરમાં આવી હતી. ત્યારે વિરમનો ફરી કોલ આવ્યો હતો અને તે ત્રિકોણબાગ પાસે યુવતીને બોલાવી અહીં બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચયુ હતું. દરમિયાન યુવતીને તેના પતિ સાસરીયે પરત તેડી જતા વિરમનો અવારનવાર કોલ આવતો હોય પતિને આ બાબતની જાણ થઇ જતા તેણે વિરમને હેરાન નહીં કરવાનું કહેતા વીરમે યુવતીના પતિને પણ ધમકી આપી હતી. વિરમના ત્રાસથી કંટાળી ગયેલી યુવતીએ ગત તારીખ 13-9 ના સ ઘરની અગાસી પરથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને ઇજાઓ પહોંચી હતી બાદમાં પરિવારજનોએ આ બાબતે પૂછતા તેણે પોતાના સાથે બનેલી આપવીતી જણાવતા ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
યુવતીના લગ્નના દિવસે પણ ઘરમાં ઘૂસી જઈ હવસ બુઝાવી
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીને તા.28/04ના તેણીના અને તેના ભાઈના લગ્ન હોય અને તેમના ભાઈની જાન ગઈ હતી.જેથી તેણી ઘરે એકલી હતી. ત્યારે ધરાર પ્રેમી વિરમનો વોટ્સઅપ કોલ આવ્યો હતો.જેમાં વિરમે હું તારા ઘરે આવુ છુ, કહેતાં તેને ઘરે આવવાની ના પાડતા તેને વીડીયા વાયરલ કરવાની અને લગ્ન તોડવી નાખવાની ધમકી આપી હતી.જેથી તેને છેલ્લી વાર મળવા ઘરે બોલાવ્યો હતો.અને ત્યારે પણ વિરમે મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધી તેના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા.