રમતા રમતા ચૂંદડી વડે ગળાફાંસો લાગી જતા એકના એક પુત્રનું મોત
રાજકોટના લોઠડા ગામે પિતા પુત્રી ટીવી જોવામાં મગ્ન હતા ત્યારે બાજુના રૂમમાં રમતા તેમના 10 વર્ષના પુત્રને રમતા રમતા ચૂંદડી વડે ગળાફાંસો લાગી જતા. ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો.
આજીડેમ નજીક આવેલ લોઠડા ગામે રહેતા વલ્લભભાઈ બાવળીયાનો 10 વર્ષનો પુત્ર આયુષ પોતાના ઘરે રમતો હતો ત્યારે બીજા રૂમમાં ચૂંદડી વડે ફાંસો લાગી જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આયુષ ત્રણ બહેનનો એકનો એક અને નાનો હતો. તેના પિતા વલ્લભભાઈ ઘર નજીક નાસ્તાની કેબિન ધરાવે છે. પત્ની જાનવીબેન બે દીકરીઓને લઈ બેડી મેળામાં ગઈ હતી. અને પોતે એક દીકરી સાથે બીજા રુમમાં ટીવી જોતા હતા અને દીકરો આયુષ અન્ય રૂમમાં રમતો હતો ત્યારે તેનો અવાજ ન આવતા ત્યાં પિતા જોવા જતા આયુષ પલંગ સાથે ચૂંદડીમાં ફાંસો ખાધેલી હાલતમાં બેભાન પડ્યો હતો.તેને સારવાર માટે સિવિલના ખસેડયો હતો જ્યાં તે નું સારવારમાં મોત નીપજ્યું હતું.ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે