આટકોટ દુષ્કર્મ કેસ : મધુકાંત ટાઢાણીના ફરધર રિમાન્ડ મેળવવા પોલીસે કરેલી રીવીઝન અરજી કોર્ટે ફગાવી
ફરાર પરેશ રાદડિયાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી
આટકોટમાં આવેલી ડી.બી.પટેલ કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ આરોપી મધૂકાંત ટાઢાણી અને પરેશ રાદડીયા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં મધુકાંતે પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગ કરતા અદાલતે ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જે બાદ પોલીસને તપાસમાં આરોપીને સાથે રાખવાની જરૂર હોય જેથી ફરધર રિમાન્ડ મેળવવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.જેની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં ૧૦ દિવસના વધુ રિમાન્ડ મેળવવા કરેલી રિવિઝન અરજી કરી હતી.
આ અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલ અંશ ભારદ્વાજે કરેલી દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે રિવિઝન અરજી ફગાવી દીધી હતી. જ્યારે આ કેસમાં ફરાર આરોપી પરેશ રાદડિયાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે.