ત્રિપલ મર્ડરમાં તાત્રિકવિધિ કારણભૂત
અમરેલીના લાલાવદર ગામની સીમમા આવેલા એક કૂવામાથી ભાઈ-ભાભી અને બહેનના શકાસ્પદ હાલતમા મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલાની તપાસમા ત્રણેયની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. ચાર શખ્સોએ રાત્રિના સમયે મળી ત્રણેય લોકોને ગળેટૂપો આપી હત્યા નિપજાવી હતી અને બાદમા ત્રણેયના મૃતદેહ કૂવામા ફેંકી દીધા હતા. આ મામલાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. મૃતક દપતીએ તાત્રિકવિધિ કરી હોવાની શકા રાખી આરોપીઓએ ત્રિપલ મર્ડરને અજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા એક પત્રકાર પરિષદમા સમગ્ર ઘટના અગે જાણકારી આપી હતી
ગત તારીખ ૧૨ જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમા આવેલા ખેતરના કુવામાથી એક દપતિ સહિત ત્રણના મૃતદેહો મળી આવ્યા હતા. જેમા મુકેશભાઈ અતુરભાઈ દેવરખીયા તેની પત્ની ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા મુકેશની બહેન જાનુબેન અતુરભાઈ દેવરખીયા હોવાનુ ખૂલ્યુ હતુ. પ્રાથમિક તપાસમા મોતનુ કારણ શકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનુ બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અમરેલી પોલીસની અલગ અલગ ટીમે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના છોતેતારાના વતની અને હાલ સાવરકુડલા રામભાઈ કુભારની વાડીએ રહેતા બબલુ ઉર્ફે પ્યારસિહ ઉર્ફે ભોલો ભુરસિહ વસુનીયા (ઉ.વ.૨૨) સાથે મેરસિહ તીનચીયા પારદીયા (ઉ.વ. ૩૫) તેમજ લાઠી ગામની સીમ, ભરતભાઈ કોટડીયાની વાડીએ રહેતા ઇન્દ્ર કિશન વસુનીયા (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી હતી આ ત્રિપલ મર્ડરમા ફરાર જાબુવાના હિટલાના વતની હાલ રાજકોટના જામકડોરણા ગામે રહેતા ભુરા મોહન બામનીયાની શોધખોળ શરૂ કરી છે.
આ ચકચારી હત્યામા તાત્રિકવિધિ કારણભૂત હોવાનુ ખૂલ્યુ હતુ. મુખ્યસૂત્રધાર આરોપી ભુરા મોહન બામનીયા અગાઉ લાલાવદર ગામની સીમમા વાડી ભાગવી રાખી રહેતો હતો અને દિવાળી તહેવાર પછી આ ભુરા મોહનની દિકરીનુ બિમારીના કારણે મોત થયેલ. આ મોત પાછળ મરણ જનાર મુકેશની ઘરવાળી ભુરીએ તાત્રીક વિધી કરેલ હોવાનુ અને આ ભુરી ડાકણ હોવાનુ ભુરા મોહન બામનીયાને વહેમ હતો જેથી ભુરા મોહન બામનીયા ત્યાથી બીજે કામ અર્થે જતો રહેલ બાદમા હત્યાનો પ્લાન બનાવી તેને અજામ આપ્યો હતો.
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પી. આઈ એ.એમ.પટેલ,પીએસઆઈ એમ.બી.ગોહિલ સાથે અમરેલી એલ.સી.બી. ટીમ તથા અમરેલી એસ.ઓ.જીના પી. આઈ આર.ડી.ચૌધરી,પીપાવાવ મરીનના પીએસઆઈ પી.બી.લકકડ તથા ખાભાના પીએસઆઈ કે.ડી.હડીયા સાથે પી.એસ. આઈ આર.જી.ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.