Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ચોટીલા-લીંબડી હાઈ-વે પર બાયોડિઝલના વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

Tue, July 23 2024

૧૬૫૯૦ લીટર ડીઝલ સાથે નોકર-ટ્રક ડ્રાઈવર પકડાયા: મુખ્ય સૂત્રધાર ચોટીલાનો દિવ્યેશ ઉર્ફે દેવું ફરાર
નાની ઓરડીમાંથી ડીઝલનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું’તું છતાં સ્થાનિક પોલીસ અંધારામાં !

સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલા-લીંબડી હાઈ-વે પર દરોડો પાડીને બાયોડિઝલના વેચાણના ગોરખધંધાને પકડી પાડતાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એસએમસીએ સ્થળ ઉપરથી ૧૬૫૯૦ લીટર ડીઝલ સાથે પંપનો નોકર તેમજ એક ટ્રક ડ્રાઈવરને પકડ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર એવો ચોટીલાનો દિવ્યેશ ઉર્ફે દેવું ફરાર થઈ જતાં તેને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.બારોટ સહિતની ટીમે ચોટીલા-લીંબડી હાઈ-વે પર ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં યુપી-બિહાર-ઝારખંડ ઢાબા પાસે આવેલી એક ઓરડીમાં દરોડો પાડીને વિજય દિનેશભાઈ સુરેલા (રહે.ચોટીલા) અને ડીઝલ પૂરાવવા આવેલા દિનેશ છનાભાઈ પરમાર (રહે.ઉપલેટા) નામના ટ્રક ડ્રાઈવરને પકડ્યો હતો. ટીમે ૧૨.૧૧ લાખની કિંમતની ભેળસેળયુક્ત ડીઝલ ઉપરાંત રોકડ, ડીઝલ સંગ્રહવા માટેની ટાંકી, ડિસ્પેન્સર મશીન સહિત કુલ રૂા.૨૫,૫૪,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે આ ધંધો દિવ્યરાજ ઉર્ફે દેવું સુરેશભાઈ વાળા નામનો ચોટીલાનો શખ્સ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. જો કે દરોડા વખતે તે હાજર ન હોય તેની સામે તેમજ ડીઝલનો જથ્થો પૂરો પાડનાર સામે ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે નાની એવી ઓરડીમાંથી બાયોડિઝલની બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી જતાં આવનારા દિવસોમાં તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

નુકસાનીનો સર્વે શરૂ : અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા-ધોરાજીની જાત માહિતી મેળવતા કલેકટર

Next

ભૂતાનના રાજા અને વડાપ્રધાને સુરતી ઊંધિયું, ખમણ ઢોકળા, મોહનથાળનો સ્વાદ માણ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
2 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
2 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
2 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

PM મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પની પૂંછડી વાંકી ને વાંકી! હવે 10% વૈશ્વિક ટેરિફ…ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ બદલાવ નહીં, ટ્રમ્પના નિર્ણયની ભારત સહિત અન્ય દેશો પર શું અસર થશે
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
INCOME TAX RAID: અમદાવાદ, મહેસાણા અને મોરબીમાં આઈ.ટી.ના દરોડા:રાજકીય સાંઠગાંઠ ધરાવતાં અગ્રણીને ત્યાં સર્ચ હોવાની ભારે ચર્ચા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના TRPકાંડ પછી હવે ડીસામાં લાપરવાહી અને બેદરકારી 21 નિર્દોષોને ભરખી ગઈ, પોલીસે NOC આપવાની ના પાડી હતી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર