યુનિવર્સિટી રોપ પર ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 1.26 લાખની રોકડ ચોરાઇ
પોલીસ થર્ટી ફસ્ટના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે ચોરટાઓ ફાવી ગયા
કોમ્પલેક્ષમાં ઉપર આવેલા ફ્લેટના વેન્ટી લેશનમાંથી પ્રવેશી ચોરીને અંજામ આપ્યો : ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ
રાજકોટમાં થર્ટી ફસ્ટને લઈને પોલીસ ઠેર-ઠેર બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે આ મોકાનો ફાયદો તસ્કરોએ ઉઠાવી લીધો હતો.યુનિવર્સિટી રોડ પર રામકૃપા ડેરી પાસે આવેલા કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ત્રણ દુકાનોમાં છજ્જાની ગ્રીલ તુટેલી તસ્કર ગેંગ અંદર પ્રવેશી હતી.અને દુકાનમાં રહેલી કુલ રોકડ રૂ.1.26 લાખ ચોરી જતાંઆ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.જ્યારે એક મોબાઈલની દુકાનમાં પ્રવેશ કરવાનો તસ્કરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વિગત મુજબ પુષ્કરધામ સોસાયટી બ્લોક નં.૧૪માં રહેતા મીતભાઈ વિજયભાઈ કકકડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા ૨૫ વર્ષથી જલારામ-૪માં રામક્રુપા ડેરી સામે કકકડ બ્રધસ નામે કરીયાણાની દુકાન ચલાવે છે.ગત તા.31-12ના રાત્રીના આશરે દશેક વાગ્યાના અરસામા તેઓ પોતાની દુકાન બંધ કરીને ગયા હતા,બાદમાં તા.1-1-25ના તેમની બાજુની દુકાનવાળા શ્રીનાથજી શોપીંગ સેંટરના માલીક વિપુલભાઈ માંકડીયાનો ફોન આવ્યો હતો.જેઓએ તેમની દુકાનમાં રૂ.6 હજારની ચોરી થયાની વાત કરી હતી.જેથી ફરિયાદી પણ તાત્કાલિક દુકાન પર દોડી ગયા હતા.અને તપાસતા દુકાનના ઊપરના ભાગે આવેલ વેન્ટી લેશન (છજ્જા)ની ગ્રીલ તોડી તસ્કરો ફરિયાદીની દુકાનમાંથી 90 હજાર રોકડ ચોરી ગયા હતા.
ઉપરાંત તેમની પાસેની ત્રીજી આવેલી નીલભાઈ ગણાત્રાની દુકાનમાંથી 30 હજાર રોકડ ચોરી ગયા હતા.જ્યારે કોમ્પલેક્ષમાં આવેલી ચોથી મોબાઈલની દુકાનમાં પણ પ્રવેશવાનો તસ્કરોએ પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.જેથી ત્રણ દુકાનમાંથી તસ્કરો રોકડ રૂ.1.26 લાખ ચોરી જતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથધરી છે.
