કુવાડવા રોડ રણછોડનગર શાળા પાસે જુગાર રમતા છ પકડાયા
રાજકોટમાં કુવાડવા રોડ રણછોડનગર 15 નંબર શાળા પાસે જાહેરમાં જુગાર રમતા છ પતા પ્રેમીઓને બી ડિવિઝન પોલીસે પકડી પાડયા હતા.વિગત મુજબ બી ડિવિઝન પોલીસે કુવાડવા રોડ રણછોડનગર 15 નંબર શાળા પાસે દરોડો પાડી પતા ટીચતા મુકેશભાઈ ગુણવંતભાઈ પઢારીયા,અજયભાઈ કિશોરભાઈ મકવાણા,મનસુખભાઈ મગનભાઈ મકવાણા,પારસભાઈ રમણીકભાઈ મકવાણા,રાકેશભાઈ મગનભાઈ ચૌહાણ અને નરોતમભાઈ કાનજીભાઈ પિત્રોડાને પકડી પાડી રોકડ રૂ.32,600 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.