જામનગર રોડ પર મેડીકલ સ્ટાફ કવાર્ટરમાં જુગાર રમત છ પકડાયા
જામનગર રોડ પર રૂડા બીલ્ડીંગની બાજુમાં આવેલા મેડીકલ સ્ટાફ કવાર્ટરમાં પ્ર.નગર પોલીસે જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા. વિગત મુજબ રૂડા બીલ્ડીંગની બાજુમાં આવેલા મેડીકલ સ્ટાફ કવાર્ટરમાં મનોજ ગોવિંદભાઇ રાણા પોતાના કવાર્ટરમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા પી.આઇ. બી. એમ. ઝણકાંટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.બી.રાણીંગા તથા કોન્સટેબલ તોફીકભાઇ સહિતના સ્ટાફે મેડીકલ સ્ટાફ કવાર્ટરમાં એ/૬ ગ્રાઉન્ડ ફલોરમાં કવાર્ટર નં. ૩ માં દરોડો પાડી જુગાર રમતા કવાર્ટર માલીક મનોજ ગોવિંદભાઇ રાણા તથા સદર બજારના દિપક કિશોરભાઈ વાઘેલા, જામનગર રોડ વાલ્મીકીવાસ આવાસના કવાર્ટરમાં રહેતો રવજી ભાદાભાઈ વાઘેલા, ભગવતીપરા સુખસાગર સોસાયટીના બાબુ નરશીભાઇ પરમાર, એરપોર્ટ રોડ અમરજીતનગર સોસાયટી શેરી નં. ૩ના રવી જગદીશભાઇ શીંગાળા અને મેડીકલ સ્ટાફ કવાર્ટર બ્લોક નં. ર કવાર્ટર નં. ૪ના અનીલ અરજણભાઇ કબીરાને પકડી લઇ રૂા. ૧૪,૫૫૦ની રોકડ સહિતની મુદામાલ કબેજ કર્યો છે.