રાજકોટ : અષાઢી બીજના દિવસે પતા ટીચતા ગ્રામ્ય પોલીસે 22 જુગારીને પકડ્યા
જેતપુર,વડવાજડી,સુલતાનપૂર,ઉપલેટા અને ભાયાવદરમાં દરોડો પાડી રૂ.6.49 લાખનો મુદામાલ ક્બ્જે કર્યો
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અષાઢી બીજ દિવસે જુગારીઓ પર ઘોસ બોલાવી હતી. અને જેતપુર,વડવાજડી,સુલતાનપૂર,ઉપલેટા અને ભાયાવદરમાં દરોડા પાડી પતા ટીચતા પોલીસે 22 જુગારીઓને ઝડપી તેમની પાસેથી 6.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડાની વિગત મુજબ મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા વડવાજડી ગામમાં આવેલ માંડવરાયજી દુકાન સામે રહેતાં નિલેષકુમાર ગોવિંદદાસ નિનામાના મકાનમાં દરોડો પાડી પાંચને પકડી રોકડ રૂ.66,800, ચાર મોબાઈલ સહિત કાર જપ્ત કરી રૂ.5,88300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજો દરોડો જેતપુર સીટી પોલીસે અમરનગર રોડ, બાંગ્લાના ખુણાથી આગળ, જનતાનગર, રામાપીરના મંદીર પાસે પાડી જુગાર રમતા છને પકડી રોકડ રૂ.17,790 કબ્જે કરી હતી. ત્રીજો દરોડો સુલતાનપુર પોલીસે સુલતાન પુર ગામે કોળી વાસમાં રામાપીરના મંદિરની પાસે પાડી 3 ને પકડી રોકડ રૂ.10,600 કબ્જે કરી હતી.ચોથો દરોડો ઉપલેટા પોલીસે ખાખી જાળિયા રોડ પર પાડી જુગાર રમતા ચારને પકડી રૂ.14 હજાર કબજે કર્યા હતા. અને પાંચમો દરોડો ભાયાવદર પોલીસે માખીયાળા ગામમાં બુટાવદર રોડ, રમેશભાઈ જીણાભાઈ ડાંગરના મકાનની બાજુમાં જુગાર રમતાં પાંચને પકડી રોકડ રૂ.18250 કબ્જે કરી કાર્યવાહી કરી હતી.આમ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાંચ જુગારના દરોડા પાડી 22 પતા પ્રેમીઓને પકડ્યા હતા.