દુષ્કર્મના કેસમાં રાજકોટના શખસને 20 વર્ષની સજા
ઉપલેટાના કેસમાં ધોરાજી કોર્ટનો ચુકાદો
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લા શેખ એ આજરોજ આરોપી ઇમરાન યુનુસ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 24 વાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે.
કેસની વિગત એવી છે કે ઈકબાલ કાલિયા મેમણ નામના ઉપલેટાના શખ્સ તેમની સાળી જે ભોગ બનનાર હતા તેમની સાથે આશરે ૧૩ વર્ષની ઉંમરથી અવારનવાર દુષ્કર્મ કરતા હતા તેમની સાથે બે વખત ગર્ભપાત પણ કરાવેલો હતો.
આ પોતાની સાથે લઈ ગયેલા હતા અને તેની સાથે 18 વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કરતાં હતા. તેના પરિણામ સ્વરૂપ ભોગ બનનારને એક બાળકનો જન્મ થયો હતો. જે બાળકનો મૃત જન્મ થયેલો અને તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલી હતી. ત્યારબાદ જેલમાંથી ઈકબાલ કાલિયા એ પોક્સો કોડ ને ઉદ્દેશીને એક પત્ર લખેલો અને કોગ્નિઝેબલ ઓફીનસ ની માહિતી આપેલી હતી. તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર રાહુલકુમાર મહેશચંદ શર્મા એ તાત્કાલિક તપાસનો આદેશ આપેલો જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઇ કે. કે જાડેજા એ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં કબર ખોદી અને બાળકીનો કંકાલ મેળવેલો હતો જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવેલું અને બાદમાં ચારજશીટ કરવામાં આવેલું હતું.
આરોપી ઈમરાન વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થતા ગુનો નોંધાયેલ અને સાયન્ટિફિટ પુરાવાઓ ધ્યાને લેવામાં આવેલ ભોગ બનનારે (હાલ જેના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા છે) પોતાની જુબાની માં જણાવેલ હતું કે ઈકબાલ કાલિયા મેમણ ના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે પોતે જ્યારે નિરાશ્રીત હતા ત્યારે રહેતા હતા ભોગ બનનારે એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયેલો અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફન આવે હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ એ દલીલ કરી હતી કે આ ભોગ બનનાર છે તે આરોપી પહેલેથી જાણતા હતા, આ કેસ રજીસ્ટર થયા બાદ અદાલતે ભોગ બનનાર ની મરજી પૂછતા તેણી સેલટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં તેણીને લઈ જવામાં આવેલ અને ત્યાં જ રાખવામાં આવેલા હતા.
આ ભોઞ બનનાર સાથે અગાઉના ઈકબાલ કાલીયા ના દુષ્કર્માના લીધે એક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયોનીય સ્થિતિનો દૂર ઉપયોગ આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે તે હળવાશથી લઈ શકાય નહીં.
બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી સેશન્સ જજ હાજી અલી હુસેન મોહીબુલા શેખ એ ઇમરાન યુનુસ સજ્જાતને 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડ ફટકારેલ છે.
