રાજકોટ : ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શેર કરનાર શખ્સ સામે કાર્યવાહી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેરમાં ચુનારવાડ ચોકમાં રહેતા શખસે ચાઇલ્ડ પોનોગ્રાફીનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતાં સાયબર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વિગત મુજબ ચુનારવાડ ચોકમાં શીવાજીનગર શેરી.૧૨માં રહેતા આદીત્યભાઇ દિનેશભાઇ રોજાસરા નામના યુવકે તેના ઇન્સ્ટાગ્રામમાં ચાઇલ્ડ પોનોગ્રાફીને લગતો વિડીયો શેરકર્યો હતો.જે મામલે સાયબર પોલીસના પીઆઇ બી.બી.જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને આરોપીને સાયબર પોલીસે બોલાવી તેનો ફોન ચેક કરતાં તેને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શેર કર્યાનું માલૂમ પડતાં તેના વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.