રાજકોટમાં સંક્રાંત પૂર્વે ચાઇનીઝ દોરાનું ધૂમ વેંચાણ: બે વેપારીની ધરપકડ
146 ચાઇનીઝી દોરાની ફીરકી સહિત રૂ.3.62 લાખનો મુદ્દમાલ કબજે
રાજકોટમાં મકરસંક્રાંતિના તહેવારમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા વેંચવા પર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય છતાં આવા ચાઇનીઝી દોરાના વેંચાણ થતું હોય ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ રોડ રસુલપરામાં દરોડો પાડી 37 હજારની કિમતની 146 ચાઇનીઝી દોરાની ફીરકી સાથે કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાસે મેહુલનગર શેરી નં.૫ મધુરમ મકાનમાં રહેતા કૌશલ દિલીપભાઇ મસરાણી અને ગાયત્રીનગર મેઇન રોડ ઉપર હશનવાડી શે.નં.૨ મન મકાનમાં રહેતા નિરજ દિનેશભાઇ મસરાણીની ધરપકડ કરી હતી મારૂતિ સીયાઝ કાર નંબર GJ15CK2738 માં ચાઇનીઝ ફીરકીની હેરાફેરીનું રેકેટ પડકી પાડયું હતું. ત્રણ મોબાઇલ ફોન, કાર મળી રૂા. ૩,૬૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કૌશલ અને નીરજની પ્રાથમિક પુછતાછમાં પોતે અમદાવાદના ચાંદની સીઝન નામના પતંગ દોરાના વેપારી પાસેથી આ ફીરકા લાવ્યાનું પોલીસ સમક્ષ જણાવતા ક્રાઇમ બ્રાંચે સપ્લાય સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.